નવી દિલ્હી, તા.27 : દુનિયાની સાત અજાયબીમાં સામેલ તાજમહેલ સંબંધિત એક વસ્તુની નિલામી થવા જઈ રહી
છે.ફૂલોની બોર્ડર ધરાવતો આરસનો એક સ્લેબ (ટુકડો) આગામી મહિને બ્રિટનમાં નિલામ કરવામાં
આવશે.આ સ્લેબના બોર્ડર ઉપર ફૂલની આકૃતિ એટલી સુંદરતાથી બનાવવામાં આવી છે કે લોકોને
જોતા જ રહી જાય છે.આ સ્લેબ કર્નલ પાઉનોલ ફિપ્લે 1816માં મેળવ્યો હતો.તે સમયે ફિપ્સ આગરા અને તેની
આસપાસની ઈમારતોના સમારકામના સુપ્રીન્ટેન્ડેન્ટ હતા.
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">સ્લેબ માટે 20,000થી 30,000 પાઉન્ડ એટલે કે
24-36 લાખ ભારતીય રૂપિયા સુધીની બોલી લાગે તેવું અનુમાન
છે.નવમી ડિસેમ્બરના રોજ લ્યોન એન્ડ ટર્નબુલ ઓક્શન હાઉસ દ્વારા આયોજીત `ઈસ્લામિક અને ભારતીય કળા'ની નિલામીમાં તાજમહેલના ટુકડાને
ઓક્શનમાં સામેલ કરવામાં આવશે.તેની સાથે એક જુની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર અને બે પત્ર
પણ સામેલ છે.જેમાંથી એક કર્નલ પાઉનોલે પોતે
છપાવ્યો હતો અને બીજો માર્કિસ ઓફ બાથ દ્વારા હાથેથી લખવામાં આવ્યો છે.કર્નલના
પુત્રના સંસ્મરણમાં કહેવામાં આવ્યું હતું કે સ્લેબ તાજમહેલના સેલરમાંથી મળી આવ્યો હતો.