• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

પંજાબની જનતાનો ભરોસો જીતવાનો પડકાર

નવાં વર્ષ દરમ્યાન યોજાનારી કેટલાક મહત્ત્વપૂર્ણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન પહેલાં જ રાજકીય પક્ષોએ શત્રસજ્જ બનીને વાર-પ્રહાર શરૂ કરી દીધા છે.ઉત્તરપ્રદેશ, પંજાબ એ બંને રાજ્ય ખૂબ અગત્યના છે.ઉ.પ્ર.માં બે મુદ્દતથી અઠે દ્વારકા કરીને બેઠેલા યોગી આદિત્યનાથને હટાવવા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કમર કસી છે, તો પંજાબમાં ઊલટી સ્થિતિ છે.ત્યાં આમ આદમી પાર્ટી ઉપરાઉપરી બે વાર જીતીને સત્તામાં છે.મુખ્યમંત્રી ભગવંત માને ત્રીજી મુદ્દત માટે પ્રચાર શરૂ કરી દીધો છે.પંજાબમાં શિરોમણિ અકાલી દળે એનડીએ સાથે હાથ મિલાવ્યા છે.થોડા દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે અમૃતસર જઇ ગુરુનાનક જયંતીએ જ સુખબીરસિંહ બાદલ સાથે બેઠક યોજીને જાહેરાત કરી.2020 0pt;line-height:115%; font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">માં કિસાન આંદોલન વખતે સર્જાયેલા મતભેદોને લઇને એસ.એ.ડી.એ ભાજપ સાથે છેડો ફાડયો હતો.એ પછી ત્યાં `આપ' મજબૂત બન્યો.2024માં લોકસભા ચૂંટણીમાં પંજાબની 13 બેઠકોમાંથી ભાજપને એક પણ નહોતી મળી, ત્યારે જ કેન્દ્રીય નેતૃત્વને અંદાજ આવી ગયો હતો કે, આ રાજ્યમાં અકાલી દળ અને ભાજપ હાથ મેળવીને વિધાનસભા-લોકસભા ચૂંટણી લડે એ અત્યંત જરૂરી છે.બલ્કે અસ્તિત્વનો સવાલ છે.છ વર્ષે બંને પક્ષનું પુનર્મિલન `આપ' અને કોંગ્રેસ માટે કેવોક પડકાર ઊભો કરી શકે છે એ જોવું રહ્યું.એક વાત સ્પષ્ટ છે કે, પંજાબમાં આ વખતે સારો દેખાવ કરવા એનડીએ અને અકાલી દળ ગંભીર છે.રાઘવ ચઢ્ઢા ભાજપ માટે મહત્ત્વનું તીર બની શકે છે.ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નબીને એલાન કરી દીધું છે કે, બંને પક્ષની યુતિને પૂરતી બેઠક મળશે તો એ સંજોગોમાં મુખ્યમંત્રી પદ અકાલી દળને જ મળશે.આ નિર્ણય યુતિની મજબૂતાઇનો સંકેત આપે છે.કેમ કે, જોડાણના પક્ષો વચ્ચે તકરાર સીએમ પદ કે સત્તાના અધિકાર માટે જ થતી હોય છે.અહીં એ નોંધનીય છે કે, ભાજપ-અકાલી દળે ત્રણ દાયકા પહેલાં પંજાબમાં જોડાણ કર્યું હતું.એ સમયે આતંકવાદના સકંજામાંથી મુક્ત થયેલાં પંજાબમાં આ જોડાણને હિન્દુ-શીખ એકતાનાં પ્રતીક તરીકે જોવામાં આવતું હતું.એ પછી કેન્દ્ર સરકારના નિર્ણયો સામે ખેડૂતોમાં વિરોધ-આક્રોશ ઊઠયો, ત્યારે ઘરઆંગણે જનતામાં વધતી નારાજગીને પગલે અકાલી દળે એનડીએ સાથે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો હતો.વિધાનસભા ચૂંટણી પૂર્વે જોડાણ રચનાર બંને પક્ષોએ સમજવું જરૂરી છે કે, પંજાબમાં રાતોરાત મિજાજ બદલાઇ નહીં જાય.પંજાબ આજે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે.આર્થિક સ્થિતિ તંગ છે.બેરોજગારીનો મુદ્દો ગંભીર છે, યુવાવર્ગ નશાના રવાડે ચડેલો છે.ભાજપે ડ્રગ્સનાં દૂષણનો ખાતમો કરવાનું પ્રણ લીધું છે અને તે માટે રોડમેપ પણ દર્શાવ્યો છે.પંજાબમાં પાકિસ્તાન પરોક્ષ રીતે નુકસાન પહોંચાડવા પ્રયત્નશીલ છે.સીમા પારથી ડ્રોન દ્વારા ડ્રગ્સની ખેપ ઉતારવામાં આવે છે.હિંસાખોરીએ માથું ઊંચકી રહી છે.આ સ્થિતિમાં એનડીએ-અકાલી દળ મોટાભાઇ-નાનાભાઇએ રાજ્યની જનતાને ભરોસો આપવો પડશે કે સત્તા માટે એમની યુતિ શ્રેષ્ઠ વિકલ્પ શા માટે છે ? રાજ્યમાં `આપ'ની લોકપ્રિયતા હજુ એટલી હદે ઊતરી નથી એ યાદ રહે.

Ram Katha

Vyapar Utsav

Panchang