• શનિવાર, 28 નવેમ્બર, 2026

બંધારણની અગત્યતા છાત્રોને સમજાવાઈ

ભુજ, તા.27 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગ દ્વારા કોર્ટ હોલ ખાતે `સંવિધાન ગૌરવ દિવસ-2026' ની ઉજવણી કરવામાં આવી હતી.ભારતીય બંધારણના મૂલ્યો, અધિકારો અને ફરજો પ્રત્યે વિદ્યાર્થીઓ તથા સમાજમાં જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સંવિધાનને પુષ્પાંજાલિ અર્પણ કરી બંધારણ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ તો મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અમિત એમ.પાટડિયા તથા IQAC ડાયરેક્ટર ડો.કાશમીરા મેહતા હાજર રહ્યા હતા.કુલસચિવ ડો.અનિલ ગોર અને કાયદા વિભાગના ડીન તથા અધ્યક્ષ ડો.પૃથ્વીરાજાસિંહ જાડેજાએ સૌને આવકાર્યા હતા.પ્રાસંગિક ઉદબોધનમાં ડો.પૃથ્વીરાજાસિંહ જાડેજા, કુલસચિવ ડો.અનિલ ગોર, કુલપતિ ડો.મોહનભાઈ પટેલ અને અમિત એમ.પાટડિયાએ બંધારણની મહત્તા, નાગરિક અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ઉપસ્થિત સૌએ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કર્યું હતું.કાયદા વિભાગના ફેકલ્ટી વંદના શર્મા લિખિત સંવિધાન વિષય પર લઘુનાટક રજૂ કરાયું હતું.કચ્છ યુનિવર્સિટી કાયદા શાખાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયમલાસિંહ જાડેજા દ્વારા બંધારણ પર તૈયાર કરાયેલી શોર્ટ ડોક્યુમેન્ટ્રી મુવીનું નિદર્શન કરાયું હતું.લઘુનાટક અને ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.દિલીપ કાથડે આભારવિધિ તો સંચાલન કાયદા વિભાગના ફેકલ્ટી મંજીત કૌર તેમજ વિધાર્થી તસ્લીમ સમાએ કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang