• શનિવાર, 28 નવેમ્બર, 2026

છ હજાર રમતવીરો ગાંધીનગર ગજવશે

અમદાવાદ, તા.26 (અમારા પ્રતિનિધિ તરફથી) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાયરોક્સ (HYROX) અમદાવાદ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું.ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 26થી 28 નવેમ્બર 0pt;line-height: 115%;font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય ફિટનેસ સ્પર્ધા હાયરોક્સનું આયોજન કરવામાં આવ્યું છે.આ ત્રણ દિવસ દરમિયાન અંદાજે 6,000 એથ્લેટ્સ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.જેમાં ભારતના અન્ય રાજ્યોમાંથી લગભગ 3,000 એથ્લેટ્સ અને 46 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 250થી વધુ વિદેશી એથ્લેટ્સનો સમાવેશ થાય છે.આ સ્પર્ધામાં અંદાજે 8,000 દર્શકોની ઉપસ્થિતિ રહેશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એથ્લેટ્સ સાથે સ્પર્ધામાં સહભાગી થયા હતા.તેમણે, ટ્રેક પર દોડ લગાવી હાયરોક્સના વિવિધ ફંક્શનલ વર્કઆઉટ સ્ટેશનો પર પણ હાથ અજમાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય એન્ડ્યુરન્સ સ્પર્ધાઓનું આયોજન રાજ્યમાં 'નિશ ટુરિઝમ'-વિશિષ્ટ પ્રવાસનને નોંધપાત્ર વેગ આપે છે.ગુજરાતમાં આટલા વિશાળ સ્તરે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની માટે રાજ્યને સજ્જ કરવા તરફનું એક નિર્ણાયક પગલું છે.સમગ્ર ભારતમાંથી આવેલા અંદાજે 3,000 એથ્લેટ્સ અને 46 દેશોના 250થી વધુ આંતરરાષ્ટ્રીય એથ્લેટ્સ અહીં સ્પર્ધા કરી રહ્યા છે.સ્પર્ધા ઉપરાંત એથ્લેટ્સ અને અન્ય પ્રતિનિધિઓ ધરોઈ, પોલો ફોરેસ્ટ, સોમનાથ અને કચ્છ સહિતના રાજ્યના પ્રમુખ પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang