ક્રાઇસ્ટચર્ચ, તા.27 : બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ સફળતા અને નિષ્ફળતાના
સમીકરણ સાથે મિશ્રિત બની રહ્યો હતો.ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરનાર ટીમ ઇન્ડિયાના
ફાસ્ટ બોલર્સ અહીંની હેગલે ઓવલની ગ્રીનટોપ પિચનો સારો ફાયદો ઉઠાવી શકયા ન હતા.આથી
પહેલા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડના 8પ ઓવરમાં પ વિકેટે 246 રન
થયા હતા.ટોમ બ્લંડેલ પ3
0pt;line-height:115%;
font-family:Shruti;mso-ascii-font-family:Shruti;mso-hansi-font-family:Calibri">અને
ગ્લેન ફિલિપ્સ 36 રને અણનમ રહ્યા હતા.ભારત તરફથી આકાશદીપને સર્વાધિક
બે વિકેટ મળી હતી.બુમરાહ વિકેટવિહોણો રહ્યો હતો.ભારતીય ઈલેવનમાં ફરી એકવાર મોહમ્મદ
સિરાજ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો ન હતો.ગુરનુર બ્રારે ટેસ્ટ પદાર્પણ કર્યું
હતું.કિવિઝ કપ્તાન ટોમ લાથમ ફોર્મમાં પરત ફરવામાં સફળ રહ્યો હતો.તેણે 128 દડામાં 6 ચોગ્ગાથી પ9 રનની ઈનિંગ રમી હતી.તેના અને ડેવન કોન્વે (31) વચ્ચે પહેલી વિકેટમાં 77 રનની ભાગીદારી થઇ હતી.ન્યુઝીલેન્ડે 110 રનના સ્કોર પર લાથમ (પ9), હેનરી નિકોલ્સ (16) અને રચિન રવીન્દ્ર (0)ની વિકેટ ગુમાવી હતી.જેમાંથી બે વિકેટ આકાશદીપે
લીધી હતી.110 રનમાં 4 વિકેટ પડયા પછી ડેરિલ મિચેલ (31) અને ટોમ બ્લંડેલ વચ્ચે પાંચમી વિકેટમાં 74 રનની ભાગીદારી થઇ હતી.આ પછી બ્લંડેલ અને ફિલિપ્સે
ભારતીય બોલર્સનો મકકમતાથી સામનો કરી દિવસના અંતે કિવિઝનો સ્કોર પ વિકેટે 246 રને પહોંચડયો હતો.બ્લંડેલ 117 દડામાં 6 ચોગ્ગાથી પ3 અને ફિલિપ્સ 64 દડામાં
પ ચોગ્ગાથી 36 રને નોટઆઉટ રહ્યા હતા.બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટની
ભાગીદારીમાં 62 રન જોડાયા છે.આકાશદીપની બે વિકેટ ઉપરાંત બ્રાર, અંશુલ અને સુંદરને 1-1 વિકેટ મળી હતી.