અમદાવાદ, તા.27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરના અડાલજ ખાતે ગૌસન્માન આહ્વાન અભિયાન
અંતર્ગત વિશાળ સભા યોજાઈ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
અને જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત 300થી વધુ સંતો-મહંતો, ગૌશાળાના સંચાલકો અને મોટી
સંખ્યામાં ગૌભક્તોએ હાજરી આપી ગૌમાતાને રાષ્ટ્રમાતા
અને રાજ્યમાતાનો દરજ્જો આપવા, ગૌશાળાઓને સહાય અને ગૌસંરક્ષણ માટે
સંપૂર્ણ કાયદો લાવવાની માગ ઉઠાવવામાં આવી હતી.આયોજકોના દાવા મુજબ, આ અભિયાન અંતર્ગત દેશભરમાંથી 15
0pt;
line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:Shruti;mso-hansi-font-family:
Calibri">કરોડથી વધુ હસ્તાક્ષર એકત્ર કરવામાં આવ્યાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલે સભાને સંબોધિત કરતાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ગાયના મહત્વ વિશે વાત
કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં ગંગા અને ગાયની વિશેષ પરંપરા રહી છે.આપણા
શાસ્ત્રોમાં ગાયને કામધેનુ તરીકે ઓળખાવવામાં આવી છે.ગાયની સેવા કરવી એટલે પ્રકૃતિની
સેવા કરવા સમાન છે.મુખ્યમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણના જીવનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,
ભગવાન કૃષ્ણએ ગૌસેવાને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવ્યો હતો.ગૌમાતાને
પૂરતું પોષણ મળે તે આપણી સૌની જવાબદારી છે.ગાયોની યોગ્ય સંભાળ અને સેવા થાય તે માટે
ગૌશાળાઓમાં પણ સારી વ્યવસ્થા હોવી જરૂરી છે.આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં
લોકોનો પ્રાકૃતિક ખેતી તરફ ઝુકાવ વધી રહ્યો છે.પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ ખૂબ
જ વિશેષ છે.ગૌસેવા અને પ્રકૃતિના સંરક્ષણ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે.વિધાનસભા અધ્યક્ષ
શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગૌભક્તોના નિમંત્રણને માન આપીને
મુખ્યમંત્રી સામેથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.ગૌમાતાના આપણા જીવન પર અનેક ઉપકાર છે, જેને ભૂલી શકાય
તેમ નથી.તેમણે ગાયના ગોબર અને ગૌમૂત્રના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે,
ગૌમૂત્ર અને ગોબરથી ધરતીનું ઉપરનું સ્તર ફળદ્રુપ બનાવવામાં મદદ મળે છે.અગાઉ મુખ્યમંત્રી દ્વારા ગૌશાળાઓને સહાય આપવા અંગે જાહેરાત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિમાં ગાયના મહત્વ
પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે, આપણે સનાતની છીએ અને હિન્દુ
છીએ.ગાયમાં ભક્તિ ધરાવનારને તેમણે હિન્દુ ગણાવ્યા હતા.