• શનિવાર, 28 નવેમ્બર, 2026

સી જે આઇની શીખ

બંધારણીય સંસ્થાના નિર્ણયની ટીકાનો અધિકાર સૌને છે પરંતુ તે સંસ્થાની વગોવણી યોગ્ય નથી તેવી સી જે આઈ સૂર્યકાંતની શીખ માત્ર યુવાનો માટે નહીં, પ્રત્યેક નાગરિક માટે અગત્યની છે.તેમણે આ વાત કરી તો છે સેન્ટ્રલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પરંતુ તેનો અમલ સામાન્ય હોય એવી અપેક્ષા રહે.બીજી બાજુ કેટલાક માધ્યમકર્મીઓએ  સ્વતંત્રતા વિશે  ફરીયાદ કરી છે.હિમાચલ પ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સી જે આઈ સૂર્યકાંતે કહ્યું કે લોકશાહીમાં નાગરિકોને બંધારણીય સંસ્થાઓના નિર્ણયો સામે ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ સંસ્થાઓને જ નિશાન બનાવવાનું ટાળવું જોઈએ.કોઈ સંસ્થાના એક નિર્ણય અને તે સંસ્થા એ બંને વચ્ચે તફાવત છે.લોકશાહીને ટકાવવા માટે બંધારણીય સંસ્થાનોમાં લોકોનો વિશ્વાસ જરૂરી છે.આ અતિ મહત્વની વાત છે.આપણે હવે માધ્યમોની ભરમાર વચ્ચે છીએ, આ સામૂહિક ડહાપણનો સમય છે.બધા પાસે વિચાર છે, માહિતી છે.વિચાર કે વિરોધની અભિવ્યક્તિ સારી વાત છે પણ કોઈ એક નિર્ણય કે બાબત સમગ્ર સંસ્થાનો માપદંડ નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang