મુંબઇ, તા.27 : આઇપીએલની સફળ ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે આખરે લાંબા ઇંતઝાર બાદ આજે 27 નવેમ્બરે સાંજે પ-4પ વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી એલાન
કરી દીધું છે કે રોહિત શર્મા આઇપીએલ-2027 સીઝનમાં ટીમની કપ્તાની સંભાળશે.મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાનપદે રોહિત શર્માની
ત્રણ વર્ષ પછી વાપસી થઇ છે.તે આ ટીમની
0pt;
line-height:115%;mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri;
mso-bidi-font-family:Calibri">11 સીઝનમાં કપ્તાની સંભાળી ચૂકયો છે.રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડિયન્સ
પાંચ વખત આઇપીએલ ચેમ્પિયન બની છે.હાર્દિક પંડયાની ટીમમાંથી વિદાય બાદ મુંબઇ ઇન્ડિયન્સે
ફરી એકવાર તેના સૌથી અનુભવી ખેલાડી 39 વર્ષીય રોહિત શર્માને સુકાન સોંપવાનો નિર્ણય લીધો છે.રોહિત શર્માની એમઆઇ
જર્સીનો નંબર 4પ છે અને તેના સુકાનીપદમાં ટીમે પાંચ ટ્રોફી
જીતી છે.આથી પ-4પ
વાગ્યે તેને ફરી એમઆઇનો કપ્તાન જાહેર કરવામાં આવ્યો છે.હાર્દિક પંડયાએ 2024થી 2026 ત્રણ સીઝન મુંબઇ ઇન્ડિયન્સની કપ્તાની સંભાળી હતી.આ ત્રણેય સીઝનમાં મુંબઇનો
દેખાવ ઘણો નિરાશાજનક રહ્યો હતો.હાર્દિક મુંબઇ છોડી હવે પંજાબ ટીમમાં સામેલ થયો છે.રોહિત શર્માએ 2013થી 2023 સુધી સતત 11 સીઝન
એમઆઇની કપ્તાની સંભાળી હતી.આ દરમિયાન ટીમ 2013, 201પ, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી.રોહિતની કપ્તાનીમાં મુંબઇ ટીમે 1પ8 મેચમાંથી 87માં
જીત મેળવી હતી અને 67 મેચમાં
હાર સહન કરી હતી.