ગાંધીધામ, તા.27 : ભારતમાં કોસ્ટલ કાર્ગોના પરિવહનને
પ્રોત્સાહન અપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સઘન પ્રયાસો આદરાયા છે, ત્યારે આ સંદર્ભે શિપિંગ મંત્રાલય દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરામર્શ બેઠકમાં
ગાંધીધામ ચેમ્બરે વિવિધ સૂચનો કર્યાં હતાં.દેશના કુલ માલપરિવહનમાં કોસ્ટલ શાપિંગનો
હિસ્સો આશરે છ ટકા જેટલો છે, જેને વર્ષ 2047 સુધીમાં વધારી 12 ટકા પહોંચાડવાનો કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે.
0pt;line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:
Shruti;mso-hansi-font-family:Calibri">આ વર્ચ્યુઅલી બેઠકમાં દેશ વિદેશના 250 જેટલા પ્રતિનિધિ સહભાગી બન્યા હતા.આ બેઠકમાં
ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ અને માનદમંત્રી મહેશ તીર્થાણી દ્વારા રજૂ કરાયેલાં સૂચનોમાં
સૌથી મહત્ત્વનો કંડલા પોર્ટ ખાતે બર્થિંગની ઉપલબ્ધતા અને પોર્ટ પર સર્જાતી ભીડનો મુદ્દો
રજૂ કરાયો હતો.કોસ્ટલ કાર્ગો પરિવહનને ગતિ આપવા માટે જહાજોને સમયસર બર્થ ઉપલબ્ધ થાય
અને તેમની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.બર્થની
ઉપલબ્ધતા અને ફાળવણીની વ્યવસ્થાનું સુદૃઢ આયોજન કરવા સૂચન કરાયું હતું.કોસ્ટલ કાર્ગોનું
પ્રમાણ વધારવા માટે ટ્રક,
ટ્રેલર અને અન્ય માલવાહક વાહનોને વ્યવસ્થિત રીતે ઊભા રાખી શકાય તેવી
પૂરતી પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવી આવશ્યક છે.આ ઉપરાંત, પોર્ટ
ખાતે વાહનોની અવરજવર અને પ્રવેશ પ્રક્રિયામાં 10 કલાકથી વધુ સમયની રાહ જોવી પડે તેવી પરિસ્થિતિમાં
ડ્રાઈવરો માટે પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય, આરામ કરવાની જગ્યા તથા
અન્ય આવશ્યક સહાય-સુવિધાઓની પૂરતી વ્યવસ્થા
કરવા સૂચવાયું હતું.કંડલા પોર્ટ ખાતે આવતો અને જતો કાર્ગો દેશના વિવિધ ઔદ્યોગિક
તથા વેપારી કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે પોર્ટને રેલવે નેટવર્ક સાથે વધુ
અસરકારક રીતે જોડવાની જરૂરિયાત ચેમ્બરે રજૂ કરી હતી.ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું
હતું કે, ભારતનાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે કોસ્ટલ શાપિંગનું
મહત્ત્વ આગામી વર્ષોમાં અનેકગણું વધવાનું છે.આ સંભાવનાઓને વાસ્તવિક સિદ્ધિમાં પરિવર્તિત કરવા આ માટે પાયાના પ્રશ્નોનું નિરાકરણ જરૂરી છે.કંડલા પોર્ટ દેશના અગ્રણી અને
વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતાં બંદરોમાંનું એક છે.અહીં કોસ્ટલ કાર્ગો હેન્ડાલિંગની ક્ષમતામાં
વધારો થાય અને જહાજોને પ્રાથમિકતા સાથે ઝડપી કામગીરીની સુવિધા મળે, તો સમગ્ર દેશના કોસ્ટલ ટ્રેડને નવી ગતિ મળી શકે તેમ છે.માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે,
`કોસ્ટલ શાપિંગ માત્ર પરિવહનનું વૈકલ્પિક માધ્યમ
નથી, પરંતુ
દેશના વેપાર-ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવવાની અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની અસરકારક
વ્યવસ્થા છે.ગાંધીધામ ચેમ્બર હંમેશાં કચ્છના બંદરો, વેપાર-ઉદ્યોગ
અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક સૂચનો અને રજૂઆતો
કરતી રહી છે.આ બેઠકમાં પણ સ્થાનિક સ્તરે અનુભવાતા પ્રશ્નોને રાષ્ટ્રીય નીતિ ઘડતરના
મંચ પર રજૂ કરવાનો હેતુ રહ્યો છે.