• બુધવાર, 25 નવેમ્બર, 2026

એટીપી ફાઇનલ્સમાં : અલ્કારાઝ ચેમ્પિયન

ટયૂરિન (ઇટાલી) તા. 23 : સ્પેનના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કરાજે તેની કેરિયરમાં પહેલીવાર એટીપી ફાઇનલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં તેણે દુનિયાના નંબર વન જર્મન ખેલાડી એલેઝાંડર જેવરેવને 6-2 અને 7-6થી હાર આપી હતી. આ જીત સાથે અલ્કારાજે ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના તેનું અભિયાન સમાપ્ત કર્યું હતું. 23 વર્ષીય અલ્કરાજે 2 કલાક ચાલેલા ફાઇનલ મુકાબલામાં જેવરેવ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્તમાન સીઝનનો અલ્કરાજનો આ છઠ્ઠો અને કેરિયરનો 30મી ખિતાબ છે. ગયા વર્ષ એટીપી ફાઈનલ્સના ખિતાબી જંગમાં તેની યાનિક સિનર સામે હાર થઇ હતી, પણ આ વખતે ખિતાબ પોતાના નામે કર્યો છે. અલ્કારાજને ટ્રોફી સાથે પ1 લાખ 71 હજાર ડોલરની ઇનામ રકમ મળી છે. અલ્કરાજે એટીપી ફાઇનલ્સ જીતનારો ત્રીજો સ્પેનિસ ખેલાડી બન્યો છે. અગાઉ મેનુઅલ ઓરાંટસ 1976માં અને એલેકસ કોરેત્ઝા 1998માં ચેમ્પિયન બન્યા હતા. આ સાથે જ અલ્કારાજ ચારેય ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ સાથે એટીપી ફાઇનલ્સ જીતનારો આંદ્રે અગાસી, રોઝર ફેડરર અને નોવાક જોકોવિચ પછીનો ચોથો ખેલાડી બન્યો છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd