• બુધવાર, 25 નવેમ્બર, 2026

પશ્ચિમ કચ્છ પોલીસ માદક પદાર્થોની નશાખોરી ડામવા કટિબદ્ધ : 77 કેસ દાખલ

ભુજ, તા. 24 : વર્ષ 2026 દરમ્યાન પશ્ચિમ કચ્છ જિલ્લામાં માદક પદાર્થો સંબંધે 77 કેસ પોલીસે દાખલ કરી ગાંજો, ચરસ, એમ.ડી., હેરોઇન, બ્રાઉનશુગર, એમ્ફેટામાઇન, પોષડેડા જેનું વજન 397.499 કિલ્લો જેની કિં. રૂા. 1,02,26,77,633ના જથ્થા સાથે કુલ 101 આરોપીને પકડી કડક કાર્યવાહી થયાનું આજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ જણાવી આવી નશાખોરી ડામવા પોલીસ કટિબદ્ધ હોવાનું કહી આવા નશા અંગે કોઇ પણ વિગત લોકો પાસે હોય તો પોલીસને આપવા અપીલ કરી છે. વર્ષ 2026માં પશ્ચિમ કચ્છમાં દરિયાઇ વિસ્તારમાંથી વિવિધ એજન્સીઓને સાથે મળીને સંયુક્ત કાર્યવાહીમાં બિનવારસુ ડ્રગ્સનાં કુલ પેકેટો નંગ 228, જેનું વજન 247.489 કિલોગ્રામ, જેની કિં. રૂા. 5,63,05,350 શોધી કાઢવામાં આવ્યાં છે. ઉપરાંત વર્ષ દરમ્યાન આર્મ્સ એક્ટના કુલ 25 ગુના દાખલ કરી 31 આરોપીની ધરપકડ કરી છે. ફિશરીઝ એક્ટ ભંગના કુલ 46 કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલા પ્રતિબંધિત વિસ્તારમાંથી પરવાનગી વિના પ્રવેશ કરનાર કાશ્મીરીઓ સહિત અન્ય રાજ્યોના કુલ 12 ઇસમ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું શ્રી સુંડાએ પત્રકારોને જણાવી ઉમેર્યું હતું કે, માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પાડયાં છે અને અન્ય ચાર વિરુદ્ધ આવી કાર્યવાહી માટે વહીવટી તંત્રમાં સંકલન ચાલુ છે. દરિયાકાંઠા વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક ઊંટ, ઘોડા, મોટરસાઇકલ તથા ફૂટ પેટ્રોલિંગ તેમજ બોટ પેટ્રોલિંગ રાખી વર્ષ દરમ્યાન  બિનવારસુ ડ્રોનના પાંખિયાનો ડેબ્રીઝ નંગ બે તથા સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર નંગ એક શોધી કાઢી એરફોર્સ ભુજને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 2026માં દરિયાકાંઠા વિસ્તારમાં સંયુકત કાર્યવાહીમાં ભારતીય જળસીમામાં પ્રવેશેલા છ પાકિસ્તાનીને ત્રણ બોટ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. માદક પદાર્થ સંબંધે કોઇ પણ ગતિવિધિ સામે આવે તો હેલ્પલાઇન નં. 1933 તથા એસઓજી નં. 63596 29091ને જાણ કરવા પોલીસવડા શ્રી સુંડાએ અપીલ કરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd