ભુજ, તા. 24 : ભારતીય જૈન સંગઠન (બીજેએસ)
કચ્છ દ્વારા હીરુબા સ્મૃતિ એવોર્ડ કચ્છમાં પ્રભાવક અને પરિણામલક્ષી કાર્ય કરનાર સ્વૈચ્છિક
સંસ્થાઓ અને કર્મવીરોને એનાયત થનાર છે. કચ્છમાં જુદા-જુદા 12 ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ અને
ગુણવત્તાયુક્ત કાર્ય કરનાર સંસ્થા / કર્મઠ સેવાભાવીઓને રૂા. એક લાખના પારિતોષિક, સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન
જાન્યુ. 2027માં રાજ્ય
કક્ષાના પદાધિકારીના હસ્તે જાજરમાન સમારોહમાં અર્પણ કરવામાં આવનાર છે. આ એવોર્ડ હીરુબેન
ધનજીભાઈ ન્યાલચંદ વોરાની સ્મૃતિમાં અપાશે. કચ્છમાં કામ કરતી સંસ્થાઓએ ઉત્સાહ દર્શાવી
પોતાની નોંધણી કરાવી છે અને હજુ નોમિનેશન માટે અંતિમ તારીખ 30 નવેમ્બર સુધીમાં વધુ સંસ્થાઓ
અને વ્યક્તિવિશેષો જોડાશે એવી બીજેએસને અપેક્ષા
છે. જે 12 સેવાક્ષેત્ર માટે હીરુબા સ્મૃતિ
એવોર્ડ અપાનાર છે તેમાં શિક્ષણ, આરોગ્ય,
પર્યાવરણ રક્ષા, જળસંચય - જળસંરક્ષણ, ગ્રામોદ્યોગ અને રૂરલ ખજખઊ, માનવસેવા અને સમાજકલ્યાણ,
ગૌસંવર્ધન-પાલન અને નંદી સંવર્ધન, મહિલા સશક્તીકરણ,
ડિજિટલ મીડિયા અને પોઝિટિવ કન્ટેન્ટ ક્રીએશન, સજીવ
ખેતી, સ્ટાર્ટઅપ તથા ઈમ્પોસિબલ ઇનોવેશનનો સમાવેશ થાય છે. એવોર્ડ
માટે નિયત સમયમર્યાદામાં આપેલ ક્યુઆર કોડ સ્કેન કરી આવેદન નોંધાવી શકાશે, એવું બીજેએસ કચ્છના પ્રમુખ હિતેશભાઈ ખંડોર અને એવોર્ડ સમિતિના કન્વીનર રાજેશભાઈ
કુબડિયાની યાદીમાં જણાવાયું છે. વિશેષ વિગત
માટે તેરાતુજકો અર્પણ ટ્રસ્ટ કાર્યાલય, વાયબલ હોસ્પિટલની બાજુમાં,
હોસ્પિટલ રોડ, ભુજ સંપર્ક નંબર 92740 01989 ઉપર પૂછપરછ કરી ફોર્મ મેળવી
શકાશે. આ સાથે આપેલ ક્યુઆર કોડ અને લિન્કની મદદથી એવોર્ડ માટે નોમિનેશન થઇ શકશે.