• બુધવાર, 25 નવેમ્બર, 2026

ગાંધીધામમાં કારમાંથી 1.22 લાખના શરાબ સાથે બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 24 : શહેરમાં નૂરી મસ્જિદથી બસ સ્ટેશન બાજુ  જતા સર્વિસ રોડ પરથી એક કારમાં બનાવેલા ચોરખાનાંમાંથી પોલીસે રૂા. 1,22,550ના દારૂ સાથે બે શખ્સને પકડી પાડયા હતા. આ દારૂ મગાવનારા આદિપુરના શખ્સનું નામ બહાર આવ્યું હતું. ભચાઉ બાજુથી આવતી કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે નૂરી મસ્જિદથી બસ સ્ટેન્ડ સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી, તેવામાં આ કાર નંબર જી.જે.-01- આર.એ.-0015 આવતાં પોલીસે તેને રોકાવી હતી. તેની તપાસ કરાતાં ડેકીમાં તથા આગળ-પાછળની સીટ નીચે ચોરખાનાં બનાવ્યા હોવાનું તથા તેમાં દારૂ હોવાનું બહાર આવ્યું હતું. કારમાં સવાર વાવ-થરાદના જિતેન્દ્ર હીરા પુરોહિત તથા રામા માનાજી માળી નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ કારમાંથી સિગ્નેચર રેર વ્હીસ્કી 750 મિ.લિ.ની 29 બોટલ, બ્લેન્ડર્સ પ્રાઇડની 36  બોટલ, ગ્રીન લેબલ 180 મિ.લિ.ના 38 ક્વાર્ટરિયા 8પીએમના 48 ક્વાર્ટરિયા, મેજિક મોમેન્ટના 194 ક્વાર્ટરિયા તથા એન્ટિક્યુટીના 44 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 1,22,550નો શરાબ જપ્ત કરાયો હતો. આ બંને શખ્સે રાજસ્થાનથી દારૂ ભરીને આદિપુરના હરદેવ ગઢવીને આપવા જઇ રહ્યા હતા, તેવામાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આ હરદેવને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd