• બુધવાર, 25 નવેમ્બર, 2026

અંજારના યુવાન સાથે આર.ટી.ઓ. ઈ-ચલણનાં નામે 10.07 લાખની છેતરપિંડી

ગાંધીધામ, તા. 24 : અંજારના યુવાન સાથે અજાણ્યા સાયબરગઠિયાઓએ આર.ટી.ઓ. ઈ-ચલણની બનાવટી લિન્ક મોકલી એમ. પરિવહન જેવી શંકાસ્પદ એ.પી.કે. ક્રાઈમ દ્વારા ક્રેડ એપ્લીકેશનમાં અનધિકૃત લોગ-ઈન કરી રૂા. 10,07,887ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. અંજારની મહાવીર સોસાયટીમાં રહી ખાનગી કંપનીમાં કામ કરનાર વૈભવ વિપુલ ભણસારીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને ગત તા. 28/10ના એક સાદો મેસેજ આવ્યો હતો, જેમાં તેની ચાર ચક્રિય ગાડી પર રૂા. 2500નું આર.ટી.ઓ. ઈ-ચલણ આવ્યું હતું, જેમાં એક લિન્ક હતી તે ખોલતાં એમ. પરિવહન લોગોવાળી એ.પી.કે. ફાઈલ થઈ હતી, પણ ફરિયાદીના મોબાઈલમાં આ એપ્લીકેશન પહેલેથી હોવાથી અને તેમાં ઈન્સ્ટોલ કરવાનું બટન દેખાતાં તેને શંકા ગઈ હતી. ફરિયાદીએ આ ફાઈલ અનઈન્સ્ટોલ કરી મોબાઈલ રિસેટ કરાવ્યો હતો અને બાદમાં બીજી નવેમ્બરના રાત્રિના તેના જુદા-જુદા ત્રણ ખાતામાંથી પૈસા ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. આ યુવાનના ખાતામાંથી સાયબરગઠિયાઓએ કુલ રૂા. 10,07,887 સેરવી લીધા હતા. તેણે તરત જ 1930 સાયબર હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી અમુક જ રકમ પરત મળી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd