દોહા, તા. 24 : વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા
ભારતના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીએ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ખાસ તક ન મળવાની
હતાશા ખંખેરીને અહીં રમાતી રાઈઝિંગ સ્ટાર એશિયા કપ સ્પર્ધામાં યુએઈ સામે રનનો ઝંઝાવાત
સર્જ્યો હતો. માત્ર બાવન બોલમાં બેવડી સદી ફટકારીને વૈભવે લિસ્ટ-એ ક્રિકેટ ઈતિહાસમાં
પોતાનું નામ અંકિત કર્યું હતું. આ ધૂમધડાકા દાવમાં કેટલાય રેકોર્ડ ધ્વસ્ત થયા હતા. વૈભવના પ3 દડામાં 28 છગ્ગાથી વિશ્વ
વિક્રમી 204 રનની આતશી સદીની મદદથી ઇન્ડિયા-એ
ટીમે યુએઇ વિરુદ્ધ 214 દડા બાકી
રહેતાં સાચ વિકેટે ધસમસતી જીત મેળવી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ વન- ડે ટૂર્નામેન્ટની
સેમિફાઇનલમાં પહોંચી છે. વૈભવની રનરફતારથી ભારત-એ ટીમે માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટે 254 રન કરી મેદાન
પર રનનો ધોધ વહાવ્યો હતો. વૈભવ પહેલા દડાથી જ યુએઇના બોલર્સ પર તૂટી પડયો હતો. 1પ વર્ષીય આ ચમત્કારિક બેટધરે અદ્ભુત અને
અસાધારણ સ્ટ્રોકફુલ બેટિંગ કરીને છગ્ગાની આતશબાજી કરી હતી. તેના બેટમાંથી 28 ગગનચુંબી છગ્ગા નીકળ્યા હતા.
તેણે માત્ર 28 દડામાં સદી અને બાવન દડામાં
ડબલ સદી ફટકારી નવા વિશ્વ વિક્રમ બનાવ્યા હતા. વૈભવના 204 રન સિવાય રિંકુ સિંહ 27 રને અને કુમાર કુશાગ્ર એક રને નોટઆઉટ રહ્યા હતા. અભિષેક શર્મા
12 અને પ્રભસિમરસિંઘ ત્રણ રને
આઉટ થયા હતા. આ પહેલાં યુએઇ ટીમે પ0 ઓવરમાં આઠ વિકેટે 249 રન કર્યા હતા, જેમાં હરપ્રીત સિંઘના 144 દડામાં 12 ચોગ્ગા-4 છગ્ગાથી 130 રન મુખ્ય હતા. આ સિવાય કપ્તાન
બાસિલ હમીદે 36 રનનું અને મોહમ્મદ શાહબાદે
28 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત-એ ટીમ તરફથી અરશદ ખાને ચાર વિકેટ લીધી હતી.