ગાંધીધામ, તા. 24 : પોલીસે કર્ણાટક રાજ્યના હુબલી
હોસગબ્બર સ્થિત શ્રી આદિનાથ જૈન મંદિરમાંથી રૂા. 11,48,200ના મુદ્દામાલની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રવિકુમાર ચેતારામ
ગરાસિયા (ઉ.વ. 21, મૂળ રહે. પાલી, રાજસ્થાન)ને ઝડપી પાડયો છે. આ અંગે મળેલી બાતમીના
આધારે આરોપી ભચાઉ તાલુકાના બંધડી ગામે ચામુંડા માતાજીનાં મંદિરનાં કોતરણીકામ દરમ્યાન
શિવમંદિરની ઓરડીમાં રહેતો હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે તેને પકડી પાડી કર્ણાટકના
બેન્ડીગેરી પોલીસ સ્ટેશનના ગુના સબબ આગળની કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને સોંપવાની
તજવીજ હાથ ધરી છે.