• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટી-20માં ઇંગ્લેન્ડની 8 વિકેટે આક્રમક જીત

કરારા (ઓસ્ટ્રેલિયા), તા.24 : યુવા ઓપનર એન્યૂરિન ડોનાલ્ડની 32 દડામાં 4 ચોગ્ગા અને 9 છગ્ગાથી 8પ રનની આતશી ઈનિંગથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની બીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડનો 8 વિકેટે વિજય થયો હતો. ઇંગ્લેન્ડે 13.1 ઓવરમાં 2 વિકેટે 188 રન કરીને 41 દડા બાકી રહેતા જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના 20 ઓવરમાં 8 વિકેટે 184 રન થયા હતા. ઇંગ્લેન્ડની જીતથી પાંચ મેચની ટી-20 શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે.  ઇંગ્લેન્ડ તરફથી એન્યૂરિન ડોનાલ્ડ અને ફિલ સોલ્ટ વચ્ચે પહેલી વિકેટમાં 61 દડામાં 1પ1 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સોલ્ટ 30 દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી પ8 રને આઉટ થયો હતો. ટોમ બેટન 8 દડામાં 1 ચોગ્ગા-3 છગ્ગાથી 26 અને કેપ્ટન હેરી બ્રુક 10 રને નોટઆઉટ રહ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 184 રન બનાવ્યા હતા. જેમાં નિખિલ ચૌધરીના 3પ દડામાં 4પ અને જોએલ ડેવિડના 2પ દડામાં 39 રન મુખ્ય હતા. કપ્તાન મિશેલ માર્શ 1પ, ઝેક ફ્રેઝર 27, જેક એડવર્ડસ 18 અને બેન ડવારિશ્વિસ 18 રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી હેનરી ક્રોકંબ અને સેમ કરને 2-2 વિકેટ લીધી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd