• બુધવાર, 25 નવેમ્બર, 2026

મેઘવંશી ગુર્જર સમાજ કચ્છમાં શિક્ષણયાત્રા યોજશે

ભુજ, તા. 24 : અખિલ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજની અગત્યની બેઠક પાલારા ખાતે સૂચિત શૈક્ષણિક અને સામાજિક સંકુલ ખાતે યોજાઇ હતી. પાંચ કરોડના પ્રોજેક્ટ કામનું આગેવાનોએ નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લના ઉદ્યોગગૃહો પાસેથી સીએસઆર ફંડ મેળવવા આયોજન કરાયું હતું. સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલે પ્રમુખસ્થાનેથી જણાવ્યું હતું કે, સમાજનો સર્વાંગી વિકાસ કરવો હશે તો એકતાની તાકાત ઊભી કરવી પડશે. આ માટે આગામી દિવસોમાં નારાયણ સરોવરથી ખડીર સુધી સમગ્ર કચ્છમાં શિક્ષણયાત્રા કાઢવામાં આવશે. તેમણે સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભકામનાઓ પાઠવી હતી. વહીવટમાંથી તમામ સગવડ મેળવવા મદદરૂપ થવાની ખાતરી સંસ્થાના મહામંત્રી મોહનભાઇ ચાવડાએ આપી હતી. મંત્રી મહેશભાઇ બગડાએ પાલારામાં ચાલતા કામનો અહેવાલ આપ્યો હતો. મહામંત્રી માલશી પરમારે તાલુકાવાર સંમેલન યોજવા સૂચન કર્યું હતું. ગિરીશભાઇ વાણિયાએ સમાજને સૂચિત પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ પૂરો પાડવા અનુરોધ કર્યો હતો. ટ્રસ્ટી મીઠુભાઇ વાઘેલાએ આજના ઇતિહાસનું વર્ણન કર્યું હતું. આગામી દિવસોમાં મહાસંમેલન યોજવાની તમામ કામગીરી કરવા ટ્રસ્ટીઓ ડાયાલાલ ગોહિલ, રમેશ વાણિયા, સુનીલ ચાવડા અને વિજય કાગીએ ખાતરી આપી હતી. 260 વર્ષ જૂના સંત શિરોમણી ત્રિકમસાહેબ પગલા પ્રસાદી મંદિરે આગેવાનોએ આરતીમાં ભાગ લીધો હતો. સ્મશાનગૃહમાં વન ખાતા દ્વારા 1100 વૃક્ષોની વાવણી થઇ છે તેની જાળવણીની ખાતરી આપી હતી. સમાજની ચર્ચામાં ગિરીશ વાણિયા, ડો. સંજય ચાવડા, રુધા વાણિયા, કાનજી ગોપાલ ડુંગરિયા, ડી. કે. પરમાર, નરેશ મકવાણા, એડ. દિનેશ ગોહિલ, પાલાભાઇ બારોટ વગેરેએ ભાગ લીધો હતો. આભારવિધિ યુવા પાંખના પ્રમુખ પરેશ કાગીએ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd