• બુધવાર, 25 નવેમ્બર, 2026

મોટી રેલડી પાસે ગેરકાયદે માટીની ચોરી કરતી છ ટ્રક પકડાઇ : રૂા. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભુજ, તા. 24 : પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના મોટી રેલડી પાસે હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ ખનિજ સાદી માટીનું વહન કરતાં છ વાહન ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી દરમ્યાન અંદાજે રૂા. 1.50 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ છ વાહનને કાયદેસરની કાર્યવાહી અર્થે પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યાં છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાત્રી ડી.એસ. બારિયાના નેતૃત્વમાં ભૂસ્તરશાત્રીની કચેરી, કચ્છ (પશ્ચિમ), ભુજ દ્વારા જિલ્લામાં ખનિજ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સતત દેખરેખ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રેલડી મોટી વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમ્યાન  રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ ખનિજનું વહન કરી નિયમોનો ભંગ કરવા બદલ છ વાહન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તે આ મુજબ છે. જીજે-39-ટી-3778, જીજે-39-ટીએ- 0086, જીજે- 39-ટી-0984, જીજે-39-વી-0792, જીજે-39- ટી-0843, જીજે-39-ટી-3723. કચ્છ પશ્ચિમ ખાણ-ખનિજ વિભાગની કડક કાર્યવાહી ચાલુ રહેશે. ભૂસ્તરશાત્રીની કચેરી, (પશ્ચિમ), ભુજ દ્વારા ખનિજ સંપત્તિનું સંરક્ષણ, ગેરકાયદેસર ખનન તથા વહન પર અંકુશ અને ખનિજ નિયમોનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ પશ્ચિમ જિલ્લાના પાંચેય તાલુકા ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસામાં ખનિજ સંબંધિત ગેરરીતિઓ સામે સઘન દેખરેખ, આકસ્મિક તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd