માન્ચેસ્ટર, તા. 19 : જોસ બટલર
(62)એ વધુ એક ધમાકેદાર અડધી સદી
ફટકારતાં, ઇંગ્લેન્ડે ત્રીજી અને અંતિમ ટી-20 આઈમાં પણ શ્રીલંકાને આઠ વિકેટથી
હરાવ્યું હતું અને આ ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી. આઈસીસી ટી-20 રેન્કિગમાં ઇંગ્લેન્ડ ભારતને
પાછળ છોડીને ટોચનાં સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકા પ્રથમ બાટિંગ કરતાં 124 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ઓપનર પથુમ નિસાન્કાએ સૌથી વધુ 36 રન બનાવ્યા, જ્યારે કમિન્દુ મેન્ડિસે 35 રન બનાવ્યા હતા. કેપ્ટન ચારિથ
અસલંકાએ 16 રન બનાવ્યા. સોની બેકર, જોફ્રા આર્ચર અને વિલ જેક્સે બે-બે વિકેટ લીધી
હતી. ઇંગ્લેન્ડે 125 રનના સરળ
લક્ષ્યનો પીછો માત્ર 10મી ઓવરમાં
જ કરી લીધો હતો. જોસ બટલરે 32 બોલમાં સાત
ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રનની અણનમ
ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન હેરી બ્રુક 33 રન બનાવીને રન આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો
હતો. સોની બેકરને પ્લેયર ઓફ ધ મેચ અને હેરી બ્રુકને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં
આવ્યા હતા. બ્રુકે શ્રેણીની ત્રણ મેચમાં 170 રન બનાવ્યા હતા.