ગાંધીધામ, તા. 19 તાજેતરમાં રેલવે મંત્રી દ્વારા ઉદઘાટન કરાયેલું અને આદિપુર ગાંધીધામની મધ્યમાં
આવેલા નવનિર્મિત ગોપાલપુર રેલવે સ્ટેશનન આજે
અઢી દાયકા કરતા પણ વધુ સમય બાદ પ્રવાસીઓની અવરજવરથી ધમધમી ઉઠયું હતું. આજે પ્રથમ ટ્રેનના સ્ટોપેજ દરમ્યાન અનેક પ્રવાસીઓ ગંતવ્ય
સ્થાન તરફ આગળ વધ્યા હતાં.કચ્છમાં ભુજ ગાંધીધામ વચ્ચે બ્રોડગેજ લાઈનના મંડાણ બાદ ફલેગ જાહેર થયેલું સ્ટેશન 26 વર્ષ બાદ કાર્યતરત થયું હતું. આ સાથે અગાઉ આ સ્ટેશનથી પ્રવાસ કરનારા લોકોમાં જુની રેલવે સ્ટેશન સાથેની જુની યાદો તાજી થઈ હતી. 230 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ કરાયેલા રેલવે સ્ટેશન ખાતે 19 સપ્ટેમ્બરથી ટ્રેનના સ્ટોપેજની
રેલવે દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી અને ભુજથી
ઉપડતી 7 ટ્રેનના સ્ટોપેજને મંજુરી આપવામાં આવી હતી.. આ નિયમ મુજબ 19 તારીખે જે તે સ્ટેશનથી ઉઆપડતી ટ્રેનોનું સ્ટોપેજ ગોપાલપુર હતું. આજે સવારે 6.5 કલાકે ભુજ અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપીડ રેલ નિર્ધારીત સમયે આવી પહોંચી હતી.. આજે પ્રથમ દિવસે 170 જેટલા પ્રવાસીઓએ સવારે
નમો ભારત રેપીડ રેલમાં પ્રવાસ કર્યો હતો પ્રથમ દિવસેખરાબ રોડ સહીતની સ્થિતિના કારણે અમુક પ્રવાસીઓ મોડા પહોંચ્યા હતા તેને માટે ટ્રેન ઉપડી ગયા બાદ પણ ગાર્ડ દ્વારા ટ્રેન રોકીને પ્રવાસીને ચડાવી લેવામાં આવ્યા હતા. પ્રવાસીઓએ ટીકીટ
માટે એક થી વધુ બારી હોવી જોઈએ તેવી લાગણી વ્યકત કરી હતી. રેલવે પ્રશાસન દ્વારા અનરીઝર્વ
ટીકીટ બુકીંગ માટેના મશી સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ ટીકીટની
બારી પણ વધારવાની વ્યવસ્થા આવતીકાલથી કરાશે તેવું જણાવાયું હતું. જો કે એપ્લીકેશન મારફત
પણ બુકીંગ થાય છે પરંતુ ચાર કલાક પહેલા બુકીંગ થતું હોવાથી મધરાત્રે
ઉઠવું પડે તેમજ એક વખતમાં એક સાથે બધી
ટીકીટ બુક પણ થતી ન હોવાનું સુત્રોએ જણાવ્યું
હતું. આ ઉપરાંત 7 ટ્રેન પૈકી
આજે રાત્રે ભુજથી ઉપડેલી દૈનિક સંયાજી નગરી
એકસપ્રેસ રાત્રીના ગોપાલપુર થોભી હતી.પ્રવાસીઓએ સ્ટેશન ખાતે વિકસાવાયેલી સુવિધાઓને બીરદાવી હતી. અને પ્રવાસનો એક નવો જ અનુભવ મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આગામી
સમયમાં રેલવે દ્વારા સ્ટેશન ખાતે વધુ સુવિધાઓ વિકસાવવામાં આવશે.