• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામમાં ડ્રોનથી મિલકતોનો સર્વે કરવા કવાયત

ગાંધીધામ, તા. 19 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં હાલના સમયે 62000 મિલકત ચોપડા ઉપર નોંધાયેલી છે. વર્ષોથી મિલકતોની આકારણી થઈ નથી, પરિણામે મહાપાલિકાની તિજોરીને આર્થિક ફટકો સહન કરવો પડે છે, પરંતુ હવે રાજ્ય સરકાર હેઠળના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન એટલે કે જીયુડીએમ દ્વારા અર્બન એટલાસ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ગાંધીધામની મિલકતોનો ડ્રોનથી સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે  ડ્રોન સર્વેની સાથે સાથ જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ માટિંગ એટલે કે જીઆઈએસથી મિલકતોનું માપિંગ કરવામાં આવશે. મિલકતને ટેગ કરીને તેનું લોકેશન તેમજ મિલકતના માલિક ઉપરાંત કેટલા મીટરનો પ્લોટ છે અથવા તો મકાન છે, કેટલા માળ છે, ઓફિસ છે તે સહિતની મિલકતની તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે. ડિજિટલ માહિતી તૈયાર કરીને ભવિષ્યનાં શહેરી આયોજન અને ડેટાબેઝ ઊભો કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.  જીયુડીએમ દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.  તેમના અધિકૃત કર્મચારીઓ તથા ડ્રોન સર્વે ટીમ ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરશે તેમજ સર્વેયર દ્વારા જરૂરિયાત મુજબ સર્વે કામગીરી માટે મિલકત સંબંધિત સામાન્ય અને જરૂરી માહિતી મિલકતધારકો પાસેથી માગવામાં આવશે અને આ કામગીરી દરમિયાન નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ પ્રકલ્પના હેતુઓ માટે જ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં લગભગ 18 વર્ષથી મિલકતોનો સર્વે થયો નથી, જેના કારણે કેટલી મિલકતો છે તેનો સાચો આંકડો નથી. હાલના સમયે ચોપડા ઉપર 62000 મિલકત નોંધાયેલી છે અને તેમની પાસેથી જ વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વે પછી મિલકતોની સાચી સંખ્યા બહાર આવે તેવી સંભાવના છે. - ગ્રામીણ વિસ્તારની મિલકતનો સર્વે પણ જરૂરી : મહાનગરપાલિકાનો 188 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, તેમાં બે શહેર ઉપરાંત 11 ગામડાં છે. હાલના તબક્કે શહેરી વિસ્તારમાં મિલકતોનો સર્વે થશે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હાલના સમયે મહાકાલિકાના ચોપડા ઉપર 44,000 મિલકત નોંધાયેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ અનેક મિલકતો હજુ ચોપડા ઉપર ચડી નથી.  તેવામાં સર્વે કરીને તમામ મિલકતોને રેકર્ડ ઉપર લેવામાં આવે તે જરૂરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd