• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

માનકૂવામાં સાળાએ મરવા મજબુર કર્યાની ફરિયાદ

ભુજ, તા. 19 : થોડા દિવસ પૂર્વે માનકૂવામાં નાનજી રાયશીભાઈ માંગલિયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેમાં સ્યુસાઈટ નોટમાં મરવા માટે તેના સાળા રામજી નારણ બુચિયા જવાબદાર હોવાનું લખ્યું હોવાથી તેની વિરુદ્ધ ગુનો દાખલ  કરાવાયો છે. આ અંગે ગઈકાલે માનકૂવા પોલીસ મથકે મૃતક નાનજીના ભાઈ પ્રકાશભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ નાનજી અને તેના પત્ની મંજુલા વચ્ચે સાડીની જગ્યાએ પંજાબી ડ્રેસ પહેરવા બાબતે બોલચાલ-ઝઘડા થતાં હોઈ નાનજીના સાળા આરોપી રામજી નારણ બુચિયા (રહે. નાનાવાડા, તા. અબડાસા)ને સમજાવવા માટે બોલવતા તેણે સમજાવાના બદલે નાનજી સાથે ઝઘડો કરી મંજુલાને સાથે તેડી ગયો હતો અને સાસરેથી પરત મોકલતો ન હતો. નાનજીને માનસિક ત્રાણ આપતો હોવાથી તા. 14/9ના નાનજીએ પોતાના ઘરે સ્યુસાઈટ નોટ લખી દવા પી લીધી હતી. જેથી તેનું મૃત્યુ થયું હતું. સ્યુસાઈટ નોટમાં પોતાના મરવા માટે રામજી જવાબદાર હોવાનું લખ્યું છે. પોલીસે મરવા મજબુર કર્યા સબબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd