• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

ભુજમાં 60 ફેરિયાને રોજગાર માટે ડ્રો પદ્ધતિથી વૈકલ્પિક જગ્યા ફાળવાઈ

ભુજ, તા. 19 : ભુજની કોમર્સ કોલેજ પાસે માર્કિંગ કરી 60 જેટલા રજિસ્ટર શેરી ફેરિયાઓને ધંધો-રોજગાર કરવા સ્થળ પર જ ડ્રો પદ્ધતિથી વૈકલ્પિક જગ્યાઓ ફાળવાઈ હતી. પાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેશ ગોર, નગરસેવક મનુભા જાડેજા, નગરસેવિકા રૂપલબેન હિતેશ ચાવડા, શેરી ફેરિયા સંગઠનના પ્રતિનિધિ અભિષેક ઠક્કર, મયૂર ગોર વગેરેની હાજરીમાં કોમર્સ કોલેજ પાસે સ્થળ પર જ ડ્રો પદ્ધતિ દ્વારા પ્લોટ ફાળવાયા હતા. પ્લોટ મેળવવા માટે ઉપસ્થિત ફેરિયાઓને હાથ એક પછી એક ચીઠી ઉપાડી પ્લોટ ફાળવણી કરાઈ હતી. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, ફૂટપાથ પરનાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે, દબાણ દૂર કરેલ રજિસ્ટર ફેરિયાઓને આજીવિકા મળી રહે તે માટે તે માટે તબક્કાવાર જગ્યાઓ ઓળખી શેરી ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાઓ ફાળવાશે. પ્લોટ ફાળવામાં આવેલ ફેરિયાઓએ જાતે ધંધો કરવાનો રહેશે, કોઈને પણ ફેરિયા ફાળવેલ પ્લોટ ભાડે આપી શકશે નહીં.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd