અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતમાં
પ્રથમવાર અમદાવાદ ખાતે યોજાઈ રહેલી `ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026'નો કેન્દ્રીય ગૃહ અને સહકાર
મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ આરંભ કરાવ્યો હતો. આ ચેમ્પિયનશિપ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે
તા. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ
રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આર્ચરી એસોસિએશન અૉફ ઇન્ડિયાના અધ્યક્ષ અને
પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહે જણાવ્યું હતું કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ
સેન્ટર બનાવવાનું વિઝન છે. ગુજરાત માત્ર રમતગમતની સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ તાલીમ, અત્યાધુનિક સુવિધાઓ અને રમતગમતનાં સાધનોના
ઉત્પાદન માટે પણ વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `ખેલે તે ખીલે' નો મંત્ર આપ્યો છે અને આજે તેમના વિઝનરી નેતૃત્વમાં
ભારતના સ્પોર્ટ્સ સેક્ટરમાં 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન આવ્યું છે.ગાંધીનગરમાં રૂ. 316 કરોડના ખર્ચે અત્યાધુનિક `પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર' તૈયાર થઈ રહ્યું છે. રાજ્ય સરકાર પેરા ઓલિમ્પિકમાં
ભાગ લેનાર દરેક દિવ્યાંગ ખેલાડીને રૂ. 10 લાખની આર્થિક સહાય અને વિજેતાઓને `ખેલ પ્રતિભા પુરસ્કાર' આપે છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ
જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં આ પાંચમી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાઈ
રહી છે,