• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

કીડિયાનગરમાં સામાન્ય બાબતે આઠ જણનો બે જણ ઉપર હુમલો

ગાંધીધામ, તા. 5 : રાપર તાલુકાના કીડિયાનગર  વિસ્તારમાં સામાન્ય બાબતે આઠ જણે બે જણ ઉપર ધોકા વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. કીડિયાનગરથી પિછાણા  તરફ જતાં ગોગા ક્રિકેટ ગ્રાઉન્ડમાં  ગત તા. 4/9ના મારામારીનો આ  બનાવ બન્યો હતો. ફરિયાદી તુલશી ઉર્ફે મુકેશભાઈ પ્રાગજીભાઈ પરમારે આરોપી વિશાલ પરબત પઢારિયા, રમેશ વેલા ઝાલા, બળદેવ ડાયા પરમાર, કિશન કરશન પરમાર, શૈલેશ રતન રાઠોડ, હરેશ ઉર્ફે હઠો રતન રાઠોડ, મેરામણ બબા પઢારિયા, બળદેવ કુંભા મકવાણા  વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસનાં સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મોટાબાપાએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખીને હુમલો કર્યો હતો.  યુવાનને  અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. સાહેદે  મનસુખ રમેશભાઈને પણ  ધકબૂસટનો માર માર્યો હતો. તહોમતદારોને જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે.  

Panchang

dd