• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

સાંપ્રત સમયમાં હિન્દુ સંસ્કૃતિના તમામ તહેવારો સાથે મળીને ઊજવવા પર ભાર

ભુજ,તા. 5 : વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર દ્વારા જન્માષ્ટમી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ભુજ ખાતે શિરોમણીરાય મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાધુ-સંતો તેમજ કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા આર.એસ.એસ. વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, મહાનુભાવો દ્વારા આરતી તેમજ દીપ પ્રાગટય કરી યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું, વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડયાએ જણાવ્યું હતું કે, છેલ્લાં બાવન વર્ષથી અહીં શોભાયાત્રાનું આયોજન થાય છે, જેમાં કચ્છભરથી સનાતન સંસ્કૃતિના લોકો ભાગ લે છે, આજની આ શોભાયાત્રામાં અનેક જગ્યાએ મટકીફોડ, બાળકો દ્વારા વેશભૂષા તેમજ રાસ ઉત્સવના કાર્યક્રમો યોજાયા હતા. ભુજમાં અનેક વિસ્તારોમાં આ શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આજના કાર્યક્રમમાં પૂ. વી. વી. સ્વામી, પૂ. ધરમશી માતંગ, ડો. હિતેશ મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી, કિરીટભાઈ સોમપુરા, ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જાણીતા ધારાશાસ્ત્રી સંજયભાઈ પટેલ, જયંતભાઈ ઠક્કર, મિતભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર, ભુજ નગરપતિ શીતલભાઇ શાહ, કમલભાઈ ગઢવી, બ્રહ્મસમાજના અધ્યક્ષ દિપેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી, માતાના મઢ જિલ્લાના મંત્રી ભરતભાઈ રૈયાણી, કૃષ્ણકાંત પંડયા, પાર્થ પાલેજા, કેતકીબેન વ્યાસ, રાજનભાઈ ચૌધરી, બજરંગ દળના સંયોજક કરણાસિંહ જાડેજા, દીપકભાઈ ભાનુશાલી, નાનજીભાઈ દવે, વિશાલભાઈ જોષી, હિરેનભાઈ ભાનુશાલી સાથે મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય અગ્રણીઓ જોડાયા હતા, વ્યવસ્થા પ્રવીણભાઈ પૂજારા, જયેશભાઈ કોઠારી, કરણાસિંહ જાડેજા તથા તેમની ટીમે સંભાળી હતી, પૂજન-અર્જન ચેતનભાઇ ઠાકર તથા દિપેશભાઇ દ્વારા કરાયાં હતાં. 

Panchang

dd