નવી દિલ્હી, તા. 5 : ભારતનો પહેલો
`રોક ચેક ડેમ' સિંધુ નદી ઉપર લદ્દાખમાં બની રહ્યો છે. જેનાથી
કિસાનોને સરળતાથી પાણી મળી શકશે. આ ડેમ સિમેન્ટ વિના પ્રાકૃતિક પથ્થરોથી બનશે. તેવામાં
સ્થાનિક કિસાનો માટે સંજીવની બનવાની સાથે પાકિસ્તાન તરફ વહેતાં પાણીને રોકીને પોતાના
જળ સંસાધનનો ભરપૂર ઉપયોગ કરવાની ભારતની નવી રણનીતિ પણ કારગર સાબિત થશે. ભારતે એક રીતે
આ નિર્માણથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સિંધુ નદીને લઈને ભારતની રણનીતિ
સ્પષ્ટ છે. લદ્દાખમાં બનેલો ભારતનો પહેલો રોક ડેમ કોઈપણ સિમેન્ટ કે ચૂના વિના બન્યો
છે. નદીના તળેથી ભારે પથ્થરો મારફતે ઇન્ટરલોક કરવામાં આવ્યો છે. આ નિર્માણનો સૌથી મોટો
ફાયદો લદ્દાખના ખેડૂતોને થશે. વસંત ઋતુમાં ખેડૂતો જળ સંકટનો સામનો કરતા હતા. કારણ કે
સિંધુનું જળ સ્તર ઊંડું ઉતરતું હતું. હવે પાણીની આ અછત દૂર થઈ જશે. બીજી તરફ પાકિસ્તાન
માટે આ એક કડક સંદેશ છે કે ભારત સિંધુનાં પાણીનો ઉપયોગ સરહદી વિસ્તારોના વિકાસ માટે
કરશે.