• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

અલ્કરાઝ અને સબાલેંકા ત્રીજા રાઉન્ડમાં

ન્યૂયોર્ક, તા. 3 : ગત ચેમ્પિયન સ્પેનનો કાર્લોસ અલ્કરાઝ અને બેલારૂસની આર્યના સબાલેંકા યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે. તો ઇગા સ્વિયાતેકે આર્જેન્ટીનાની નાડિયા પોડોરોસ્કાને 6-3, 6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. અલ્કરાઝે પોર્ટૂગલના ખેલાડી જૈમે ફારિયા વિરુદ્ધ 4-6, 6-0, 6-3 અને 6-2થી વિજય હાંસલ કર્યો હતો. પહેલો સેટ ગુમાવ્યા બાદ અલ્કરાઝે સફળ વાપસી કરી હતી. 23 વર્ષીય અલ્કરાઝ યુએસ ઓપનમાં રોઝર ફેડરર બાદ ખિતાબ બચાવવાના પ્રયાસમાં છે. ફેડરરે 2004થી 2008 સુધી સતત પાંચ વખત આ ટૂર્નામેન્ટ જીતી હતી. બે વખતના યુએસ ઓપન ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝે પહેલીવાર 2022માં અને બીજીવાર 202પમાં ટ્રોફી ઉઠાવી હતી. ત્રીજા રાઉન્ડમાં તેની ટક્કર ચીની ખેલાડી બૂ યિબિંગ વિરુદ્ધ થશે. તેણે બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના જેમ્સ ડકવર્થને 7-, 6-3 અને 6-1થી હાર આપી હતી. મહિલા વિભાગમાં નંબર વન સબાલેંકાએ બીજા રાઉન્ડમાં ફકત પ3 મિનિટમાં રૂસી કવોલીફાયર ખેલાડી પોલિનાને 6-1 અને 6-1થી હાર આપી ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. યુએસ ઓપનમાં સબાલેંકાને આ સતત 16મી જીત છે. તેણી ફલેશિંગ મીડોઝ પર સતત ત્રીજો ખિતાબ જીતવાની કોશિશમાં છે.  મહિલા સિંગલ્સના અન્ય એક મેચમાં ત્રીજા ક્રમની જેસિકા પેગુલાનો અમેરિકી ખેલાડી સોફિયા કેનિન સામે 6-3 અને 6-1થી વિજય થયો હતો. ત્રીજા રાઉન્ડમાં તેની ટક્કર 2021ની ઉપવિજેતા ખેલાડી લેયલા ફર્નાન્ડિઝ સામે થશે. આ કેનેડિન ખેલાડીએ બીજા રાઉન્ડમાં મનાંચાયા સવાંગકાવને 6-4 અને 6-1થી હાર આપી હતી. 

Panchang

dd