• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

પ્રેટોરિયસની સદી : નામીબિયા સામે દક્ષિણ આફ્રિકાની જીત

નવી દિલ્હી, તા. 5 : નામીબિયા આકરો સંઘર્ષ કરવા છતાં દક્ષિણ આફ્રિકા સામે ત્રિકોણીય શ્રેણીની મેચમાં 11 રને હાર્યું હતું. હવે નામીબિયા ટ્રાઇ શ્રેણીમાંથી બહાર થયું છે. તેવામાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની ટીમ રવિવારે છ સપ્ટેમ્બરના ફાઇનલમાં ટકરાશે. દક્ષિણ આફ્રિકાએ લુઆન દ્રે પ્રેટોરિયસની શાનદાર સદીની 20 ઓવરમાં ચાર વિકેટે 228 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. નામીબિયાએ જો કે સરાહનીય સંઘર્ષ કર્યો હતો પણ ત્રણ વિકેટે 217 રન જ થયા હતા. નામીબિયા તરફથી ઓપનર જાન ફ્રાઇલિંગ 72 રન સાથે શાનદાર લયમાં હતો અને સારી શરૂઆત અપાવી હતી. સ્ટનકેમ્પે પણ 61 રનનું યોગદાન આપ્યું હતું. બન્નેએ 11 ઓવરમાં  જ 119 રન જોડયા હતા. જો કે અંતમાં નામીબિયા માટે મેચ ખૂબ જ મુશ્કેલ થઈ હતી. એક તબક્કે લાગી રહ્યું હતું કે, નામીબિયા જીતી શકે છુ પણ દક્ષિણ આફ્રિકાએ હિંમત હારી નહોતી અને જીત મેળવી હતી. લુઆન દ્રે પ્રેટોરિયસને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 53 બોલમાં પાંચ ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. કુલ 101 રનની ઇનિંગ્સ રમીને તેણે આફ્રિકાને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.  હવે છ સપ્ટેમ્બરના ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગ રમાશે.  

Panchang

dd