• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. ધમકીભર્યા ઈમેઈલને કારણે બોમ્બ સ્કવૉડ, પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે કોઈ શંકાસ્પદ ચીજ મળી ન હતી. આ અંગે માહિતી મળતા જ પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ કોર્ટ પરિસર ખાલી કરાવી બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમે તપાસ શરૂ કરી હતી. કોર્ટને મળેલા મેલમાં લખ્યું છે કે, અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બૉમ્બ મુક્યો છે. અમદાવાદ બાદ સુરતમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોર્ટના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલ આવ્યો હતો. ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ હતી અને બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. ઘટનાને પગલે પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ જણાઈ હોવાના અહેવાલ નથી. 

Panchang

dd