• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

નખત્રાણાની પીજીવીસીએલ કચેરીના કમ્પાઉન્ડમાંથી 7.57 લાખના સામાનની ચોરી

ભુજ/ગાંધીધામ, તા. 5 : નખત્રાણાની  પીજીવીસીએલની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. 7,57,427ના  સામાનની તસ્કરી થતા ફરિયાદ નોંધાવાઇ છે. જ્યારે ભચાઉ તાલુકાના છાડવાડા સીમામાં એક એકમમાંથી તસ્કરો રૂા. 60 હજારના વાયર તફડાવી ગયા હતા. આ ઉપરાંત  ભચાઉ તાલુકાન આધોઈ વાડી વિસ્તારમાંથી પણ તસ્કરો રૂા. 15,450 ના કોપર વાયર  કાપીને લઈ ગયા હતા. નખત્રાણા પોલીસ મથકે, જુનીયયર ઇજનેર મનોજકુમાર વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 26-8ના રાતે બેથી ત્રણ અને 27-8ના રાતે બેથી 3-45 વાગ્યા દરમ્યાન નખત્રાણાના પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે દીવાલ કુદી તેમાં ગેરકાયદે અપપ્રવેશ કરી ડીશ હાર્ડવેરમાં ભરેલા કોથળા નંગ 38 જેની કિ.રૂા. 3,73,547, જૂના ક્રેપ એલ્યુમીનીયમ વીજતાર આશરે 1.828 ટન જેની કિ.રૂા. 3,83,880 એમ કુલ્લે રૂા. 7,57,427 વાળા સામાનની ચોરી કરી લઇ ગયા છે. પોલીસ ચોરીની ફરિયાદ નોંધી છાનબીન આદરી છે. આ ઉપરાંત ઈન્ફ્રાવિઝન કંપનીના  પોઈન્ટ નં.69(ડી) પાસે  ગત તા.15/8 ના રાતના  આઠ થી  9 વાગ્યાના સુધીના અરસામાં  ચોરીનો બનાવ  બન્યો  હતો.પોલીસ સતાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે    તસ્કરે એલ્યુમીનીયમ વાયરના ફિડલામાંથી 200 કિલોગ્રામ વાયર ચોરી ગયા હતા.જેની કિંમત રૂા.60 હજાર  આંકવામાં આવી હતી.સમગ્ર મામલે  સિકુયોર સિકયુરીટી સોલ્યુશન ના સુપરવાઈઝર હિતેશભાઈ લાખાભાઈ રબારીની ફરીયાદીના આધારે પોલીસે આ ગુન્હામાં સામેલ આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. વાયર ચોરીનો વધુ એક બનાવ  આધોઈ ગામની સીમમાં ફરીયાદી કરમશીભાઈ ભચુભાઈ સિંધીયા(પટેલ)ની  વાડીમાં  ગત તા.2/9 થી તા.3/9 સુધીના અરસામાં બન્યો હતો.અજાણ્યા આરોપીએ ખેતરમાં  બોરનો 10 એમ.એમ. નો 103 મીટર  કોપર વાયર કાપીને લઈ ગયા હતા.પોલીસે  આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.    

Panchang

dd