અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતની
સરકારી અને સંલગ્ન કોલેજોમાં સ્નાતક (યુજી) તેમજ અનુસ્નાતક (પીજી) અભ્યાસક્રમોમાં પ્રવેશથી
વંચિત રહી ગયેલા હજારો વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (જીસીએસ) દ્વારા
રાહતના મોટા સમાચાર આવ્યા છે. પ્રવેશ પ્રક્રિયાના નિયમિત તબક્કા પૂર્ણ થયા બાદ પણ અનેક
કોલેજોમાં જગ્યાઓ ખાલી રહી જતાં તંત્ર દ્વારા ખાસ મોક-અપ રાઉન્ડ યોજવાનો મહત્વપૂર્ણ
નિર્ણય લેવાયો છે. આ મોક-અપ રાઉન્ડ માટે જીસીએએસ
પોર્ટલ 7 સપ્ટેમ્બરથી ફરી કાર્યરત થશે. જે વિદ્યાર્થીઓએ
અગાઉ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ નવેસરથી
પ્રોફાઇલ બનાવીને દસ્તાવેજો અપલોડ કરી શકશે. સાથે જ અગાઉ અરજી કરી ચૂકેલા ઉમેદવારોને
પણ પોતાની પસંદગીની કોલેજ કે કોર્સ બદલવા માટે એડાટિંગ સુવિધા મળશે. આ રાઉન્ડ માટે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને ખાલી
બેઠકોની વિગતો તેમજ પ્રવેશ પ્રક્રિયાની માર્ગદર્શિકા સત્તાવાર વેબસાઇટ પર મૂકવા આદેશ
કરાયો છે. મેળવેલી અરજીઓ આધારે સંસ્થાઓ દ્વારા મેરિટ, ટાઈ-બ્રેકર
અને અનામત નીતિ મુજબ સીટ ઓફર કરવામાં આવશે.
ઉમેદવારોના અસલ દસ્તાવેજોની ચકાસણી અને ફી સ્વીકાર્યા બાદ પોર્ટલ પરથી ઓફર જનરેટ કરીને
પ્રવેશ કન્ફર્મ કરાશે. શૈક્ષણિક સત્ર ન બગડે તે રીતે આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા
અને વિદ્યાર્થીઓને સમયસર અરજી કરવા સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીઓએ મોક-અપ રાઉન્ડ દરમિયાન પોતાના શૈક્ષણિક
સત્ર, ક્લાસરૂમ ટાચિંગ અને આગામી પરીક્ષા કેલેન્ડરને ધ્યાનમાં
રાખીને પ્રવેશની છેલ્લી તારીખ નિયત કરવાની રહેશે.