• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

લક્ષ્ય સેન ચાઇના માસ્ટર્સમાંથી બહાર : શ્રીકાંત બીજા રાઉન્ડમાં

શાંઘાઇ, તા. 2 : ભારતના યુવા શટલર લક્ષ્ય સેનની સફર ચાઇના માસ્ટર્સના પહેલા રાઉન્ડમાં જ સમાપ્ત થઇ છે. કેનેડાના ખેલાડી વિકટર લાઇ સામે બે સીધા સેટમાં 14-21 અને 7-21થી હારીને લક્ષ્ય  ટૂર્નામેન્ટની બહાર થયો છે. કેનેડાના આ ખેલાડી સામે લક્ષ્ય સેનની ચાર ટક્કરમાં ત્રીજી હાર છે. લક્ષ્ય સેનનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યું છે. ગયા મહિને તે ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બિન ક્રમાંકિત ખેલાડી સામે પહેલા રાઉન્ડમાં હારીને બહાર થયો હતો. બીજી તરફ ભારતના અનુભવી ખેલાડી કિદાંબી શ્રીકાંતે ચાઇના માસ્ટર્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. તેણે ચીની તાઇપેના ખેલાડી ચી યૂ જેનને 21-16 અને 21-1પથી હાર આપી હતી. ભારતનો અન્ય એક ખેલાડી રોનક ચૌહાણ પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. મિકસ્ડ ડબલ્સમાં પણ ભારતીય જોડી ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટો બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd