• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

નેશનલ ગ્રેપલીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં અંજારની યુવતીનું નોંધપાત્ર પ્રદર્શન

અંજાર, તા. 2 : ઉતરાખંડના હરીદ્વારમાં યોજાયેલ નેશનલ ગ્રેપલિંગ ચેમ્પીયનશીપ યોજાઈ હતી.જેમાં અંજારની યુવતીએ નોંધપાત્ર પ્રદર્શન સાથે ચંદ્રકો મેળવ્યા હતા. આ પ્રતિયોગીતામાં મૂળ અંજારની અને હાલે ધ્રોલમાં ડી.એલ.એસ.એસમાં તાલીમ મેળવી રહેલી ધીમહી ભરતગીરી ગૈસ્વામીએ ગુજરાતનુ પ્રતિનિધીતત્વ કરીને 13 કિલો વજન જુથની નીગી ગ્રેપલીંગમાં સિલ્વર અને ગી ગ્રેપલીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ ચંદ્રક પોતાના નામે કર્યા હતા. આ ખેલાડીએ અંજારમાં પ્રથમ કોચ ગેંવિદભાઈના માર્ગદર્શન તળે ગ્રેપલીંગ કુસ્તીની તાલીમ મળેવી હતી. હાલમાં તેઓ ધ્રોલમાં કોચ રિતુસિંધ અને મનીષ વર્માના  નેતૃત્વ તળે પ્રશિક્ષણ મેળવી રહયા છે. ધિમહી આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટે પસંદગી પામ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd