ભુજ, તા. 20 : કચ્છના અંતરિયાળ ગામો
સુધી દવાખાનું પહોંચી શકે અને લોકોને આરોગ્યલક્ષી
સેવા ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા આશય સાથે દાતાના સહયોગથી 24 લાખના ખર્ચે નિર્મિત મોબાઈલ ક્લિનિકનું આજે નારાણપર
ખાતે કેમ્પ દરમ્યાન લોકાર્પણ કરાયું હતું. શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુ. એન્ડ મેડિકલ
ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (લેવા પટેલ
હોસ્પિટલ) દ્વારા અને દાતા અ.નિ. કાંતાબેન કરશન ગાંગજી પિંડોરિયા (નારાણપર રાવરી) હ.
પુત્ર શશિકાંત કરસન પિંડોરિયાના સહયોગથી મોબાઈલ ક્લિનિક તૈયાર કરાયું છે. આ ક્લિનિકથી
સામાન્ય તપાસ, લેબોરેટરી,
ઈસીજી, બ્લડપ્રેશર, ડાયાબિટીસ
તપાસ, માતા અને બાળ સારવાર માર્ગદર્શન અને સ્વાસ્થ્ય જાગૃતિની
સુવિધાઓ મળશે. આ મોબાઈલ ક્લિનિકને આજે સાંખ્યયોગી બહેનો દ્વારા લોકાર્પિત કરાયું હતું.
હાલ પટેલ ચોવીસીનાં ગામમાં સમયપત્રક મુજબ આ મોબાઈલ ક્લિનિક ફરશે અને આગામી દિવસોમાં
કચ્છના અંતરિયાળ ગામોમાં પણ આ ક્લિનિક પહોંચશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.
આ છે મોબાઈલ ક્લિનિક
રૂટ
સોમવાર કેરા રૂટમાં
સવારે 9થી 11 સૂરજપર
શંકર મંદિર પાસે, 11:30થી 1:30 કેરાના
બાલમંદિર પાસે, બપોરે 3થી 4.30 કુંદનપર
વથાણ ચોક, મંગળવારે સામત્રા રૂટમાં સવારે 9થી 11 સામત્રાના
વથાણ ચોકમાં, સવારે 11.30થી 1.30 ફોટડી
સ્વામિનારાયણ મંદિર પાસે, બપોરે
3થી 4.30 કોડકી
વથાણ ચોક, બુધવારે દહીંસરા રૂટમાં સવારે 9થી 11 દહીંસરા
લેવા પટેલ સમાજ પાસે, 11.30થી બપોરે 1.30 સરલી
ગરબી ચોક, બપોરે 3થી 4.30 ગોડપર
વથાણ ચોક, ગુરુવારે રામપર રૂટમાં સવારે 9થી 11 રામપર
લેવા પટેલ સમાજ પાસે,
11.30થી 1.30 વેકરા
બાલમંદિર પાસે, બપોરે 3થી 4.30 વાડાસર
સ્વામિનારાયણ મંદિર પાસે તથા શુક્રવારે નારાણપર રૂટમાં સવારે 9થી 11 નારાણપર
ઉપલોવાસ રાધેકૃષ્ણ મંદિર પાસે, 11.30થી 1.30 નારાણપર
નીચલો વાસ, શંકર મંદિર પાસે,
બપોરે 3થી 4.30 મેઘપર વથાણ ચોક અને શનિવારે સુખપર રૂટમાં સવારે 9થી 11 સુખપર
શિવાજી ચોકમાં, 11.30થી 1.30 સુખપર
નરનારાયણનગર ચોક પાસે, બપોરે
3થી 4.30 ભારાસર
સ્વામિનારાયણ મંદિર પાસે મોબાઈલ ક્લિનિક સુવિધા મળશે.
વધુ માહિતી માટે મો. 98989 34083 (સવારે 9થી
સાંજે પ સુધી) સંપર્ક કરવા અગ્રણીઓએ જણાવ્યું છે.