કેરા (ભુજ), તા. 20 : કચ્છ અને આરોગ્ય ક્ષેત્ર
માટે ગૌરવની ક્ષણરૂપ પ્રસંગે, કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજના ડિરેક્ટર પ્રોગ્રામ અને લીડ કન્સલ્ટન્ટ, ક્રિટિકલ કેર મેડિસીન ડૉ. અરવિંદ
ચંદ્રશેખરનને ગાંધીનગર ખાતે યોજાયેલા `ગુજરાત
હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડસ 2026'માં પ્રતિષ્ઠિત એક્સેલન્સ
ઈન ક્રિટિકલ કેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ
ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે રાજ્યભરના પ્રતિષ્ઠિત આરોગ્ય નિષ્ણાતોની હાજરીમાં
આપવામાં આવ્યો હતો. આ સન્માન ડો. અરવિંદ ચંદ્રશેખરનના કચ્છ જેવા સીમિત સંસાધનો ધરાવતા
વિસ્તારમાં ક્રિટિકલ કેર સેવાઓને આગળ વધારવામાં આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાનને દર્શાવે
છે. તેમના નેતૃત્વ હેઠળ હોસ્પિટલમાં અદ્યતન (એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન)
અને ક્રિટિકલ કેર પ્રોગ્રામ સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યો છે. કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી
હોસ્પિટલ હવે ઊકજઘ સિલ્વર લેવલ ઊઈખઘ સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે અને
ગુજરાતમાં આ પ્રતિષ્ઠા ધરાવતું એકમાત્ર કેન્દ્ર છે. આ પ્રોગ્રામ દ્વારા કચ્છનો પ્રથમ
ઊઈખઘ એરલિફ્ટ અને 56 દિવસનો ઊઈખઘ બ્રિજ
ટુ ટ્રાન્સપ્લાન્ટ જેવી ઐતિહાસિક સફળતાઓ હાંસલ થઈ છે, જેના કારણે દુરસ્ત વિસ્તારોના દર્દીઓને
જીવનરક્ષક સારવાર નજીક મળી રહી છે. ટિયર-3 વિસ્તારમાં સંપૂર્ણ ઊઈખઘ પ્રોગ્રામની સ્થાપના, એર એમ્બ્યુલન્સ સહાય સાથે ઊઈખઘ રિટ્રીવલ
સેવાઓનો વિકાસ અને પશ્ચિમ ભારત માટે રિફરલ નેટવર્કને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
ડો. ચંદ્રશેખરને શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે,
જેમાં કચ્છનું પ્રથમ સિમ્યુલેશન વેન્ટિલેશન વર્કશોપ આયોજન, એડવાન્સ ક્રિટિકલ કેર નર્સિંગ અને ઊઈખઘ ફેલોશિપ માટે કોર્સ ડિરેક્ટર તરીકે
સેવા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ફેકલ્ટી તરીકે યોગદાન સામેલ છે.
તેમણે હોસ્પિટલની વ્યવસ્થામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં હોસ્પિટલ ઇન્ફેક્શન કમિટી અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ પ્રોગ્રામના
ચેરપર્સન તરીકે કામગીરી તથા બ્રેઇન-ડેડ ઓર્ગન ડોનર મેનેજમેન્ટમાં નિષ્ણાતતાનો સમાવેશ
થાય છે. તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવ ઇટાલી, રોમના જેમેલી હોસ્પિટલમાંથી
સેપ્સિસ અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટીવર્ડશિપમાં ફેલોશિપ મેળવવાથી વધુ મજબૂત થયો છે. એવોર્ડ
પ્રાપ્ત કર્યા બાદ ડો. અરાવિંદ ચંદ્રશેખરને સન્માન આપવા બદલ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ
અને દિલીપભાઈ દેશમુખ (દાદા)નો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ
મેડિકલ ટ્રસ્ટના સતત સહકારને પણ સ્વીકાર્યો હતો. આ સન્માન મારા સમગ્ર ઈંઈઞ,
ઊઈખઘ અને નર્સિંગ ટીમનું છે એવું વધુમાં કહ્યું હતું. આ સિદ્ધિ માત્ર
હોસ્પિટલ માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છ માટે મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે.