• મંગળવાર, 21 એપ્રિલ, 2026

રાંધણ ગેસના બાટલાનું કમઠાણ યથાવત રહેતાં લોકોને હાલાકી

ભુજ, તા. 20 : મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલો યુદ્ધ બંધ થવાનું નામે નથી લેતું. આ લાંબા સમયથી ચાલી રહેલી લડાઈમાં ભારતમાં સૌથી વધુ અસર જેના પર પડી છે તે છે રાંધણગેસ. આજે પણ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી ગેસની બોટલ મળતી નથી. ઘર કે દુકાનમાં વપરાતાં ગેસનાં બાટલા માટે ગ્રાહકો સવારથી બુકિંગ ઓફિસે ઊભેલાં જોવા મળે છે, ગેસ એજન્સી ઓફિસે સર્વર ઘણી વખત ડાઉન હોવાથી ગેસ જોડાણકારો મોબાઈલ ફોન ઉપર બુકિંગ માટે મિસ્ડકોલ કરતાં થાકી જાય છે. એમાંય અત્યારે એજન્સી ઓફિસમાંથી જાણવા મળ્યું કે, હવે એક બોટલ લખાઈ ગયા પછી બીજી બોટલ લખવાનું અંતર 35 દિવસ થઈ ગયું છે. હવે કોઈના ઘરમાં જન સંખ્યા વધુ હોય અને ગેસ જોડાણ એક હોય તો 35 દિવસની અવધિનાં કારણે એ કુટુંબવાળાને પરેશાની ભોગવવાનો વારો આવે છે. એજન્સી ઓફિસ બુકિંગ, સરનામાં ફેરફાર, નવી બુક, કેવાયસી, કોમર્શિયલ ગેસ જોડાણની પૂછપરછ સહિત માટે લોકો રીતસરની લાઈન લગાવી રહ્યા છે. હા, તમારા બાટલાની બુકિંગ થઈ જાય તો ગ્રાહક બોટલ લેવા ગોડાઉન ઉપર જાય તો તેને બોટલ સરળતાથી મળી રહી છે, ગેસની બોટલની અછત સામે લોકો ઈલેકટ્રીક સગડીનો વિકલ્પ શોધીને પોતાનું કામકાજ કરી રહ્યા છે.

Panchang

dd