• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ભુજમા ફૂડ વિભાગે આઈક્રીમના સેમ્પલ લીધા : એક્સપાયર્ડ માલનો નાશ

ભુજ, તા. 20 : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારમાં આકસ્મીક તપાસનો દોર આરંભ્યો છે. ભુજ તાલુકામાં નંદની આઈક્રીમ (રસિકલાલ) ન્યૂ રાવલવાડી સામે, રઘુવંશી સર્કલ પાસે ફૂડ સેફટી ઓફિસરો એમ. એમ. પટેલ તથા એસ. બી. પટેલ દ્વારા તપાસ હાથ ધરાઈ જેમાં તપાસ દરમિયાન કેસરપિસ્તા તથા બ્લેક કરન્ટ આઈક્રીમના નમુના લેવામાં આવ્યા હતા. જેને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સ્થળ પર એસેન્સ, ફલેવર, કલર જેવા રોમેટિરિયલ એક્સપાયર્ડ જોવા મળેલ જે પેઢીના માલિકે ખરાઈ કરતા તેઓના દ્વારા ફરી ઉપયોગમાં ન આવે તેમજ જાહેર આરોગ્ય સાથે ચેડા ના થાય તે રીતે તેનો સ્થળ પર નાશ કરાયો હતો.

Panchang

dd