• મંગળવાર, 21 એપ્રિલ, 2026

પોર્શ ઓપનમાં રાયબાકિના ચેમ્પિયન : કેરોલીના મૂચોવાને આપી હાર

સ્ટૂટગાર્ડ, તા. 20 : કઝાકિસ્તાનની ટેનિસ ખેલાડી એલિના રાયબાકિના પોર્શ ટેનિસ ગ્રાં પ્રિ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં રાયબાકિનાનો ઝેક ગણરાજયની ખેલાડી કેરોલિના મૂચોવા વિરુદ્ધ 7-પ અને 6-1થી શાનદાર વિજય થયો હતો. 26 વર્ષીય રાયબાકિનાએ આ ટૂર્નામેન્ટ બીજીવાર જીતી છે. તેણીના નામે કુલ 12 ડબ્લ્યૂટીએ ખિતાબ થયા છે. બીજા ક્રમની રાયબાકિનાનો ફાઇનલમાં મૂચોવા સામે 1 કલાક અને 18 મિનિટની રમત પછી વિજય થયો હતો. મૂચોવા તેનો ત્રીજો ખિતાબ ચૂકી છે. છેલ્લે તેણી કતર ઓપનમાં ચેમ્પિયન બની હતી.

Panchang

dd