ભુજ, તા. 21 : અખિલ
કચ્છ મુસ્લિમ ચૌહાણ સમાજ દ્વારા પાંચમી ડે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કાઠડા
ગામમાં કરાયું હતું. જેમાં છ ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં મસ્તાન ઇલેવન આસંબિયા
અને વસીલા ઇલેવન પીપરનો મુકાબલો થયો હતો જેમાં મસ્તાન ઇલેવને મેચ જીતી લીધી હતી.
વિજેતા ટીમને ટ્રોફી અગ્રણી સૈયદ કાસમશા બાવા (સિનુગ્રા) તેમજ કચ્છ મુસ્લિમ ચૌહાણ
સમાજના પ્રમુખ ઇમરાન ચૌહાણ દ્વારા અપાઇ હતી. સાલેમામદ ચૌહાણ, આમદ ચૌહાણ, અસ્લમ ચૈહાણ, રઝાક ચૌહાણ, ઇસ્માઇલ
ચૌહાણ, ઓસમાણભાઇ, ઇકબાલભાઇ, શકીલભાઇ, જેન્તીભાઇ, સુલેમાનભાઇ,
હુસેનભાઇ, અભુભાઇ, ઉમરભાઇ, મામદભાઇ નોડે, અખતર મંધરા, ફૈઝલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું
સન્માન યુવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સિધિક ચૌહાણ, સાજિદ ચૌહાણ, વસીમ ચૌહાણ, અલ્તાફ
ચૌહાણ, હાસમ ચૌહાણ, ઇબ્રાહીમ ચૌહાણ વગેરેએ
જહેમત ઉઠાવી હતી. આયોજનને સફળ બનાવવા કાઠડા ગામના યુવાનો ચૌહાણ સમાજના યુવા સમિતિએ
મહેનત કરી હતી.