ઇટાનગર, તા. 21 : અરુણાચલપ્રદેશમાં
જાસૂસી નેટવર્કની સાથે સંદિગ્ધ ગતિવિધિઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.
પોલીસે છેલ્લા 10 દિવસમાં પાકિસ્તાન સાથે જોડાયેલાં નેટવર્કના ચાર શખ્સની
ધરપકડ કરી છે. દરમ્યાન, સ્થાનિક લોકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીની સેનાની મોજૂદગી અને
સંભવિત ઘૂસણખોરીની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા શખ્સો ભારતીય સેનાની ગતિવિધિઓ સહિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની
આકાઓને મોકલતા હતા. પ્રારંભિક તપાસમાં નાપાક જાસૂસી નેટવર્ક ચીન સાથે જોડાયેલું
હોવાનો પણ સંકેત મળ્યો હતો. ગૃહમંત્રી મામા નાતુંગે કહ્યું હતું કે, જાસૂસીમાં સંડોવાયેલાઓને કડક સજા કરાશે.