• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

અંજારમાં જલારામ સત્સંગ મંડળના ઉપક્રમે જરૂરિયાતમંદોને રાશનકિટ અર્પણ

અંજાર, તા. 21 : અહીંના જલારામ સત્સંગ મંડળના ઉપક્રમે દાતાઓના સહકારથી જરૂરિયાતમંદોને રાશનકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકલ્પ તળે 162 લાભાર્થીને કિટ અર્પણ કરવામાં આવી હતી. લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. જરૂરિયાતમંદોને અપાતી રાશનકિટમાં જીવનજરૂરી જુદી-જુદી 21 વસ્તુ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અપંગ, અસહાય, વિધવા સહિતના જરૂરિયાતમંદોને કિટ આપવામાં આવે છે. રાશનકિટ માટે લવજીભાઈ દૈયા, જવેરબેન મજેઠિયા, પ્રદિપભાઈ આથા સહિતનાએ સહકાર આપ્યો હતો. સંસ્થાના મંત્રી મહેશભાઈ દાવડાએ સહયોગી દાતાઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 10 વર્ષથી રઘુનાથમંદિરમાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું કાર્યક્રમમાં જણાવવાયું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ પલણ, બાલુભાઈ ઠક્કર, સુરેશભાઈ, મગનભાઈ ઠક્કર સહિતનાએ સહકાર આપ્યો હતો.

Panchang

dd