• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

દસ ગામમાં પંચાયતઘર નિર્માણ માટે રૂા. 2.50 કરોડ ગ્રાન્ટ મંજૂર

નખત્રાણા, તા. 21 : સરકારના પંચાયત વિભાગ દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા તાલુકાના આઠ તથા અબડાસા તાલુકાના બે સહિત દસ નવાં પંચાયતઘરનાં નવનિર્માણ માટે રૂા. 250 લાખ (2.50 કરોડ) ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી. નખત્રાણા તથા અબડાસાના વિવિધ ગામોમાં પંચાયતઘર બનાવવાની આવશ્યકતાને ધ્યાનમાં લઇને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા દરખાસ્ત કરાઇ હતી. નખત્રાણા તાલુકાના આઠ અને અબડાસાના બે નવા પંચાયતઘર સહિત નવનિર્માણ માટે રૂા. 250 લાખ ગ્રાન્ટ ફાળવવા મંજૂરીની મહોર મળી હતી. તે બદલ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પંચાયત મંત્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી સંજયસિંહ મહિડા પ્રતિ આભાર વ્યકત કર્યો હતો. અબડાસા તાલુકાના નાંગિયા, ભાચુંડા, નખત્રાણા તાલુકાના ઉખેડાખીરસરા (રોહા), દેવપર (યક્ષ), ધાવડા મોટા, નાગલપર, મંગવાણા, રસલિયા, ભિટારામાં પ્રત્યેક પંચાયતઘર દીઠ રૂા. 25 લાખ ફાળવાયા છે.

Panchang

dd