દયાપર (તા. લખપત), તા. 21 : ગુજરાત
ખનિજ વિકાસ નિગમ લિ. સંચાલિત અકરી મોટા થર્મલ પાવર સ્ટેશનમાં ઘણા સમયથી વીજ એકમો
બંધ રહ્યાં પછી 300 કરોડના ખર્ચ તેમજ વિવિધ એજન્સીઓને આપેલા
કામની તપાસ કરવા વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે. ભાજપ તાલુકા પૂર્વે મહામંત્રી હરેશ
દવેએ ઉચ્ચકક્ષાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વીજ મથકના કામમાં મોટી ગેરરીતિ તેમજ
એમ.એચ.પી., સ્પેરપાર્ટ ખરીદી, મેઈન્ટેનન્સ
વર્ક, એસ હેન્ડિલિંગ પ્લાન્ટમાં અપાતાં ટેન્ડર અમુક ચોક્કસ
એજન્સીઓને આપી કરોડો રૂપિયાનું જીએમડીસીને નુકસાન કરાયું હોવાની રજૂઆત સાથે તપાસની
માંગ કરાઈ છે. કરોડોના ખર્ચ પછી પણ એકમો ખોડંગાતા ચાલતા હોય તો આવો ખર્ચ કરવાનો
અર્થ શું ? તેવા સવાલ આ રજૂઆતના પત્રમાં ઉઠાવાયા હતા.