મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : નખત્રાણા તાલુકાના નેત્રા ગામે જોગમાયા
ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જોગમાયા માતાજીના મંદિરના વિકાસ અર્થે જોગમાયા સ્પોર્ટસ
ક્લબ દ્વારા હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
હતું. ફાઇનલ મેચ આરસીએમ ઈલેવન અને યમરાજ ઈલેવન વચ્ચે રમાઇ હતી, જેમાં યમરાજ ઈલેવને 85 રનનો
લક્ષ્યાંક આપ્યો હતો. જે સાત ઓવરમાં પૂર્ણ કરીને આરસીએમ ટીમ વિજેતા બની હતી. ઈનામ
વિતરણ સમારોહમાં ઉપસ્થિત આગેવાનોએ ખેલકૂદની ભાવના બિરદાવી હતી. ટીમોને ટ્રોફી
એનાયત કરાઈ હતી. ચેમ્પિયન ટ્રોફીના દાતા સ્વ. સીતાબેન કુંવરજીભાઇ ઠક્કર હસ્તે
વસંતભાઈ ઠક્કર રહ્યા હતા. મેન ઓફ ધી સીરીઝ કરણ જોષી, બેસ્ટ બેટ્સમેન રવજી ગોરડિયા, બેસ્ટ બોલર કીર્તિ ચારણ, ફાઇનલમાં મેન ઓફ ધી મેચ
ધ્રુવ ચારણ રહ્યા હતા. જેમને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સ્કોરર તરીકે
પ્રિન્સ પટેલ અને કોમેન્ટ્રીમાં કાનજી ચારણ અને સુરેશ રાઠોડે સેવા આપી હતી.
આયોજનને સફળ બનાવવા માટે ધર્મેશ ગંઢેર, નરપતાસિંહ પઢિયાર,
કરણ જોષી, મુરજી સીજુ, હાર્દિક
સાધુ, પંકજ ભાવાણી, મેહુલ ચારણ,
નિલેશ પટેલ સહિતના આયોજકોએ જહેમત ઉઠાવી હતી. એવું વિજય સીજુએ
જણાવ્યું હતું.