• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

આદિપુરની જી. ડી. ગોયન્કા શાળાની સફળતાનો મજબૂત પાયો નખાયો

ગાંધીધામ, તા. 21 : ગાંધીધામમાં જી.ડી. ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તેની સાથે-સાથે નવાં ભવનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના દિવસની ઉજવણી થકી સ્કૂલના એક નવા અધ્યાયનો ઉમેરો થયો હતો અને ભવિષ્યની સફળતા માટેનો મજબૂત પાયો નખાયો હતો. કાર્યક્રમના પ્રારંભે વી.કે. હુંબલ અને ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા ઉપસ્થિત હતા. આ ઉપરાંત સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીર, શિવજીભાઈ આહીર, ભાવેશભાઈ ચાવડા (અધ્યક્ષ, નારનભાઈ સાવાભાઈ ચાવડા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ) અને શંભુભાઈ હુંબલ (સચિવ, નારનભાઈ સવાભાઈ ચાવડા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટય કર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, કથાવાચક દિનેશભાઈ રાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભારાપર જાગીરના મહંત ભરત દાદા, બાબુભાઈ હુંબલ, મેનાજિંગ ડિરેક્ટર નિપૂણ ગોયન્કા, આચાર્ય લોકેશકુમાર શાહે ઉદ્બોધન આપ્યાં હતાં. આ વેળાએ લેગેસી રેઝિગ ધ કર્ટન થીમ સાથે શાળાનાં નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આચાર્યે શાળાના દૃષ્ટિકોણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉપર પ્રકાશ પાડયો હતો. નાના-નાના બાળકોએ અલગ-અલગ વિષયો ઉપર પોતાની અનોખી પ્રતિભા રજૂ કરી હતી. નર્સરીના બાળકોએ ધ હેપ્પી બોડી બીટ જેવી પ્રસ્તુતિથી મનમોહક વાતાવરણ ઊભું કર્યું હતું. એલકેજી, યુકેજીના બાળ કલાકારો ડાઈવિંગ ડીપ ઈન ટુ ફન રાઇમ એન્ડ રીધમ દ્વારા રંગીન રજૂઆત કરી હતી. જી.ડી. ગોયન્કા ટોડલર હાઉસના બાળકો દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ એકના વિદ્યાર્થીઓએ કચ્છની સંસ્કૃતિની ઝાંખી પ્રસ્તુત કરી હતી. ગ્રુપ-2ના કલાકારોએ કઠપૂતળી જેવી લયબદ્ધ અને સર્જનાત્મક પ્રસ્તુતિ કરી હતી. વિદ્યાર્થીઓએ સામાજિક વિષયો પર લોકોમાં જાગૃતિ આવે તે માટે સંદેશ આપ્યો હતો. સાયબર સુરક્ષા સહિતના અલગ-અલગ મુદ્દાઓને આવરી લઈને અલગ-અલગ થીમ રજૂ કરી હતી તેમજ ભારતના ઉજ્જવળ ભવિષ્યની સફરનું નિરુપણ કર્યું હતું તેમજ રામ સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd