• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

પાકિસ્તાન બીજીવાર ચેમ્પિયન

દુબઇ, તા.21: ફાઇનલમાં ભારતીય યુવા ટીમ વિરુદ્ધ 191 રનની એક તરફી જીત સાથે અન્ડર-19 એશિયા કપ પાકિસ્તાને જીતી લીધો છે. પાક. ટીમે અન્ડર-19 એશિયા કપ પર બીજીવાર કબજો જમાવ્યો છે. અગાઉ તે 2012માં ભારત સાથે સંયુકત વિજેતા હતી. આજે રમાયેલી ફાઇનલમાં સમીર મિન્હાસની 172 રનની વિક્રમી સદીની મદદથી પાકિસ્તાને પ0 ઓવરમાં 8 વિકેટે 347 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 26.2 ઓવરમાં ફક્ત 16 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. 348 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતાં ભારતીય અન્ડર-19 ટીમનો કોઇ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. સ્ટાર વૈભવ સૂર્યવંશી 10 દડામાં ફટાફટ 26 રન કરી આઉટ થયો હતો. કપ્તાન આયુષ મ્હાત્રે (2)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. ઇન ફોર્મ બેટર્સ એરોન જોર્જ 16, વેદાંત ત્રિવેદી 9, વિહાન મલ્હોત્રા 7 અને આખરી ગ્રુપ મેચમાં બેવડી સદી કરનાર અભિજ્ઞાન કુંડુ 13 રને આઉટ થયા હતા. ભારત તરફથી 10મા ક્રમના ખેલાડી દીપેશ દેવેન્દ્ર સર્વાધિક 36 રન કર્યાં હતા. પાકિસ્તાન તરફથી અલી રજાએ 4 વિકેટ લીધી હતી.  આ પહેલાં ભારતીય સુકાની આયુષ મ્હાત્રે ટોસ જીતી પાક.ને બેટિંગ આપી હતી. ઓપનર સમીર મિન્હાસે 113 દડામાં 17 ચોગ્ગા અને 9 છગ્ગાથી 172 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે અન્ડર-19 એશિયા કપ ફાઇનલમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો હતો. આ સિવાય અહમદ હુસેને પ6 અને ઉસ્માન ખાને 3પ રન કર્યાં હતા. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ મળી હતી. હેનિલ પટેલ અને ખિલન પટેલે 2-2 વિકેટ લીધી હતી. અન્ડર-19 એશિયા કપની ગ્રુપ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાને 90 રને હાર આપી હતી, પણ ફાઇનલમાં નબળા દેખાવને લીધે હાર સહન કરવી પડી હતી.

Panchang

dd