• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

બોક્સિંગ ડે ટેસ્ટમાંથી કપ્તાન કમિન્સ અને લિયોન બહાર થશે

એડિલેડ, તા. 21: ઇંગ્લેન્ડ વિરુદ્ધની એશિઝ શ્રેણી 3-0ની અતૂટ સરસાઇથી કબજે કર્યાં પછી ઓસ્ટ્રેલિયાની ચિંતા વધી છે કારણ કે ચોથી અને બોક્સિંગ ડે ટેસ્ટમાં વાપસી કરનાર કેપ્ટન પેટ કમિન્સ અને સ્પિનર નાથન લિયોન રમશે નહીં. કમિન્સે પુનરાગમન સાથે કુલ 6 વિકેટ લીધી હતી. પીઠની ઇજા પછી તે પ મહિના પછી કોઇ મેચનો હિસ્સો બન્યો હતો. તે સતત બે ટેસ્ટ રમી શકે તેવી સંભાવના ઘણી ઓછી છે. ખુદ કમિન્સે ત્રીજી ટેસ્ટની જીત પછી કહ્યું છે કે બાકીની બે મેચમાં મારા રમવા પર ઇંતઝાર કરવો પડશે. અમને ખબર હતી કે એશિઝ જીતવી છે. આથી આક્રમક તૈયારી કરી હતી. હવે મેલબોર્ન અને સિડનીમાં હું રમીશ કે નહીં તેનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે. ઇજામાંથી બહાર આવીને સતત બે ટેસ્ટ મેચ રમવી કઠિન કાર્ય છે. બીજી તરફ સ્પિનર નાથન લિયોન આજે મેચના છેલ્લા દિવસે ફિલ્ડીંગ કરતી વખતે ઇજાનો ભોગ બન્યો હતો. તેના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. આથી મેચ પછી તે કાંખઘોડીના સહારે સ્કેન માટે ગયો હતો. તે લગભગ પૂરી શ્રેણીની બહાર થશે.

Panchang

dd