નવી દિલ્હી, તા. 28 : જોશ હેઝલવૂડે
ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વખત પાંચ વિકેટ હોલ લીધો છે, જેનાથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી
ટેસ્ટમાં 159 રને જીત મેળવી
છે. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ હેઝલવૂડનો સામનો કરી શક્યા નહોતા, જેનાથી મેજબાનો સામે કહેર વરસાવતાં મેચ ત્રણ
જ દિવસમાં પૂરી કરી હતી. દક્ષિણ આફ્રિકા સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હાર્યા
બાદ પેટ કમિંસની આગેવાનીની ઓસ્ટ્રેલિયાની ટીમે નવાં ચક્રની શરૂઆત શાનદાર જીત સાથે કરી
છે. ઓસ્ટ્રેલિયાના બીજા દાવની શરૂઆત લથડિયા ખાતી રહી હતી, પણ
મધ્ય ક્રમે ટીમને સંકટમાંથી બહાર લાવી હતી. ટ્રેવિસ હેડ (61), બ્યુ વેબસ્ટર (63) અને એલેક્સ કેરી (65)એ અર્ધસદી કરી હતી અને ટીમનો
સ્કોર 310 સુધી પહોંચાડયો હતો. અંતમાં
મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને હેઝલવૂડે
અમુક બહુમૂલ્ય રન જોડયા હતા, જેનાથી ઓસ્ટ્રેલિયાને નિર્ણાયક સરસાઇ
મળી હતી. બોલિંગમાં સ્ટાર્કે શરૂઆતમાં જ બ્રેથવેટને આઉટ કરીને સફળતા અપાવી હતી. બાદમાં
હેઝલવૂડે ઘાતક બોલિંગ કરી હતી. તેણે વિન્ડિઝના મધ્ય ક્રમને વેરવિખેર કરી નાખ્યો હતો,
જેમાં કેમ્પેબલ, ચેઝ, કિંગ
અને કાર્ટીની વિકેટ સામેલ હતી. ટેલએન્ડર શમાર જોસેફે 44 રન કરીને અંતમાં થોડો સંઘર્ષ
બતાવ્યો હતો, પણ નાથન લાયને તેને આઉટ
કર્યો હતો. હેઝલવૂડે મેચ 13મી પાંચ વિકેટ
હોલ લઈને ખતમ કરી હતી અને ઓસ્ટ્રેલિયાને 159 રને મોટી જીત અપાવી હતી. આ મુકાબલો વિવાદોથી પણ ઘેરાયેલો રહ્યો
હતો. ત્રીજા અમ્પાયર એડ્રિયન હોલ્ડરસ્ટોકે બીજા દિવસે અમુક વિવાદાસ્પદ નિર્ણય આપ્યા
હતા, જેમાંથી ઓછામાં ઓછા ચાર વિન્ડિઝની વિરુદ્ધ ગયા
હતા, જેનાથી વિન્ડિઝના કોચ ડેરેન સમીએ સવાલ ઉઠાવવો પડયો હતો કે,
શું અમ્પાયરનું વલણ પક્ષપાતી
હતું ? મેચમાં ટ્રેવિસ હેડને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં
આવ્યો હતો, જેણે પહેલી ઈનિંગ્સમાં 59 અને બીજી ઈનિંગ્સમાં 61 રન કરીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલ
સ્થિતિમાંથી બહાર કાઢયું હતું.